7 સ્ટાર હોટલને શરમાવે તેવો તેજસ્વી યાદવનો બંગ્લો, બચાવ માટે સુપ્રીમ સુધી લડત લડી
પોતાની જાતને ગરીબોનાં નેતા ગણાવનારા બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ કેવા પ્રકારે સરકારી પૈસા પર ઠાઠમાઠથી રહે છે
Trending Photos
પટના : પોતાની જાતને ગરીબોનાં નેતા ગણાવનારા બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ કેવા પ્રકારે સરકારી પૈસા પર ઠાઠમાઠથી રહે છે. જો કે હવે આ બધુ સામે આવી રહ્યું છે. જે 5 દેશરત્ન માર્ગના બંગ્લા માટે તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને સરકાર પર બંગલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા રહ્યા, તેમના દળનાં ધારાસભ્ય બંગલા માટે ધરણા કરવા પહોંચી ગયા, તે બંગલો સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ ખાલી થઇ ચુક્યો છે. આ સાથે જ બંગલાનું સત્ય પણ સામે આવવા લાગ્યું છે.
બંગલો સજાવવા માટે કઇ રીતે સરકારી પૈસાને પાણીની જેમ વહેવડાવવામાં આવ્યા, તે પણ સામે આવ્યું છે. બંગલામાં પહોંચેલા ડેપ્યુટી સીએમ સુશીલ કુમારે કહ્યું કે, આ 7 સ્ટાર હોટલ જેવો છે. આવો બંગલો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ નહી વાપરતા હોય. આ બંગલો 1, અણે માર્ગ કરતા તો 100 ગણો વધારે સારો અને વૈભવી બંગ્લો છે.
5 દેશરત્ન રોડ પર રહેલા બંગલાની વાત કરીએ તો આ બે હિસ્સામાં છે. જેનો ઉપયોગ તેજસ્વી યાદવ ઓફીસ સ્વરૂપે કરતા હતા અને આટલું જ નહી તેમાં સામાન્ય લોકો આવી જઇ શકતા હતા. બંગલાના મુખ્ય ભવનમાં કંઇ ખાસ લોકોને જ જવાની પરવાનગી હતી. બંગલાના મુખ્ય ભવનની વાત કરીએ, તો આ અનોખો છે. તેનો દરેક હિસ્સો બિલ્કુલ અલગ પ્રકારે સજાવવામાં આવ્યું છે.
બંગલાની લોબી પર રહેલો એક ડાઇનિંગ રૂમ છે, જેમાં લાખો રૂપિયાના ઇમ્પોર્ટેડ સોફા મુકેલા છે. મેજથી માંડીને દરેક વસ્તુ ડ્રોઇંગ રૂમમાં ખાસ છે. અહીં જે એસી લાગ્યા છે તેના માટે પેનલ બનાવવામાં આવી છે. ડાઇનિંગ રૂમમાં ચાર એવી લાગેલા છે. તેની નજીકમાં રહેલા મીટિંગ રૂમ છે. માનવામાં આવે છે કે તેમાં તેજસ્વી યાદવના ખાસ લોકો સાથે બેઠતા હતા. તેમાં પણ કુર્શીઓ અને સોફો પડેલો હતો. તેની બાજુમાં પુજા રૂમ છે, જેમાં પણ એક એસી લાગેલું છે.
સીડીઓની બીજી તરફથી નિચલા માળમાં બેડરૂમ છે. બેડરૂમને ખુબ જ મોટી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. તેમાં લાકડાના કબાટ બનાવવામાં આવ્યા છે તેની સાથે ખાસ પ્રકારની કુર્શીઓ અને સોફા મુકવામાં આવ્યા છે. બેડ પડેલો છે. તેની લાઇટ્સ પણ ખાસ છે. તેની બાજુમાં બિલ્કુલ બાથરૂમ છે, તે પણ અનોખા પ્રકારની છે. મુખ્ય બેડરૂમથી લોનમાં જવા માટેનો દરવાજો મુકલે છે.આ ઉપરાંત બાજુમાં એક રૂમ છું, જેને ચેન્જીન રૂમ કહી શકાય છે. તેનીી બાજુમાં સ્ટોર રૂમ છે, જેમાં અનેક રેક બનેલા છે.
તેજસ્વી યાદવના બંગ્લાના પહેલા માળ પર બે બેડરૂમ છે. પરિસ્થિતી જોઇને લાગે છે કે તેનો ઉપયોગ નહોતો થતો. જે પ્રકારની સુવિધાઓ નીચેના બેડરૂમમાં છે, તેવી જ સુવિધાઓ ફર્સ્ટ ફ્લોરનાં બેડરૂમમાં પણ છે. ફર્સ્ટ ફ્લોરની લોબીથી સમગ્ર કેમ્પસ દેખાય છે, જેને ખુબ જ કલાકારી પુર્વક બનાવાયું છે અને સજાવવામાં આવ્યું છે. મોંઘા ઝાડ લગાવાયેલા છે. ખાસ પ્રકારના ઘાસ લાગેલું છે. તેની વચ્ચે ફરવા માટે પેસેજ બનેલો છે, જેમાં ખાસ પ્રકારની કોતરણી કરાયેલી છે જેની વચ્ચેથી ઘાસ ઉગેલું છે.
તેજસ્વી યાદવનો આ બંગ્લો ખાસ છે, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા બંગ્લા મુદ્દે ડેપ્યુટી સીએમ સુશીલ મોદીને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે, જે પ્રકારની સુવિધાઓ તેજસ્વી યાદવે બંગ્લામાં ભવન નિર્માણ મંત્રીરહેવા દરમિયાન કરી હતી. લાગે છે કે લાંબા સમય સુધી તેમાં રહેવા માંગે છે. તેમણે જનતાને ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયાના ખર્ચ કરીને આ બંગ્લાને સજાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે