વન નેશન વન કાર્ડ: ગરીબો માટે કાલથી ચાલુ થઇ રહી છે અદ્ભુત વ્યવસ્થા, 67 કરોડ લોકોને મળશે ફાયદો
Trending Photos
નવી દિલ્હી : સોમવારે સમગ્ર દેશમાં વન નેશલ વન કાર્ડની વ્યવસ્થા શરૂ થવા જઇ રહી છે. 20 રાજ્યમા શરૂ થવા જઇ રહેલી આ યોજનાને કારણે મુખ્ય રીતે 67 કરોડ ગરીબ લોકોને ફાયદો પહોંચશે. કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાને કારણે મુળ રાજ્ય ઉપરાંત કોઇ બીજા રાજ્યમાંથી પણ રેશન લઇ શકાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની જાહેરાત કરતા સમયે તેનો ઉલ્લેખ કર્યો હતો.
શરૂ થશે વન નેશન વન કોડ
સમગ્ર દેશમાં રેશનકાર્ડ માટે 1 જૂનથી વન નેશન વન કાર્ડની યોજના સંપુર્ણ લાગુ થઇ જશે. આ સ્કીમનો ફાયદો થશે કે રાનશ કાર્ડ કોઇ પણ રાજ્યમાં બનેલું હોય તેનું રાશન ખરીદવા માટેનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઇ શકે છે. તેના કારણે ગરીબોને ઘણો ફાયદો થશે. રાશન કાર્ડ ધારકોને પાંચ કિલો ચોખા ત્રણ રૂપિયા કિલોનાં દરથી અને ઘઉ બે રૂપિયા કિલોના દરથી મળશે. કાર્ડ બે ભાષામાં સ્થાનીક ભાષા અને હિન્દી અથવા અંગ્રેજીમાં બહાર પડશે.
નાણામંત્રીએ કહ્યું કે, જેની પાસે રેશનકાર્ડ અથવા કોઇ કાર્ડ નથી, તેને પણ 5 કિલો ઘઉ, ચોખા અને એક કિલો ચણાની મદદ આપવામાં આવશે. 8 કરોડ પ્રવાસી મજૂરોને તેનો ફાયદો થશે. તેમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્ય સરકાર દ્વારા તેને કારગત બનાવવામાં આવશે. રાજ્યોની પાસે આ મજુરોની માહિતી છે. આગામી બે મહિના સુધી નિશ્ચિત પ્રક્રિયા લાગુ રહેશે.
સ્કીમથી શું ફાયદા થશે
- સ્કીમનો સૌથી મોટો ફાયદો ગરીબોને મળશે.
- એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થનારા પ્રવાસીઓને મળશે ફાયદો
- નકલી રેશનકાર્ડને અટકાવી શકાશે
- તમામ રાશનકાર્ડને આધારકાર્ડ સાતે આધાર સાથે લિંક અને પોઇન્ટ ઓફ સેલ મશીન (Point of Sale, PoS) દ્વારા અનાજ વહેંચવાની વ્યવસ્થા ઝડપથી ચાલુ કરવામાં આવશે.
- 85 ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઇ ચુક્યા છે.
- 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે.
શું છે સમગ્ર સ્કીમ
આ યોજના થકી સામાન્ય જનતા હવે કોઇ પણ પીડીએસ દુકાન સાથે બંધ નહી રહે અને દુકાન માલિકો પર નિર્ભરતા ઘટશે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. આ સ્કીમથી સરકાર તમામ રાશકાર્ડ માટે કેન્દ્રીય ભંડાર બનાવીને અને તેમને આધાર સાથે જોડીને ફુલ પોર્ટેબલિટીની સુવિધા આપશે. તેના કારણે લોકોને સરળતા રહેશે કારણ કે તેઓ કોઇ એક રાશનની દુકાન સાથે ખરીદી સાથે મજબુર નહી થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે