ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, પવને રાષ્ટ્રપતિ પાસે મોકલી દયા અરજી

નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી છે. પવને આ અરજી આજે બપોરે 12 વાગે મોકલી. અત્રે જણાવવાનું કે આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી થવાની છે.

ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, પવને રાષ્ટ્રપતિ પાસે મોકલી દયા અરજી

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી છે. પવને આ અરજી આજે બપોરે 12 વાગે મોકલી. અત્રે જણાવવાનું કે આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી થવાની છે. આ અગાઉ નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે પણ મોટો ચુકાદો આપ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતો  પવન અને અક્ષયની અરજીઓ ફગાવી છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. 

આ અગાઉ પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી હતી. દોષિત પવને ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવવાની માગણી કરી હતી. અત્રે જણાવવાનું કે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુદ્ધા ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીની સજા સંભળાવી ચૂકી છે. પવન ગુપ્તાએ ફાંસીથી બચવા માટે એક રમત રમી હતી અને 2 દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કરી હતી. 

જુઓ LIVE TV

પવન ઉપરાંત બાકીના ત્રણયે દોષિતો મુકેશ, અક્ષય અને વિનયની ક્યુરેટિવ અરજી અગાઉ સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news