Fungus: કોરોના બાદ નવી ફંગસનો હાહાકાર, કોઈ દવાની અસર ન થતા ડોક્ટર્સ પણ સ્તબ્ધ, આટલાના મોત

દેશની રાજધાની દિલ્હીમાં બ્લેક અને વ્હાઈટ ફંગસ (Black and White Fungus) બાદ એક નવા પ્રકારની ફંગસથી થતા મોત સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. આ એક એવી ફંગસ છે જેના પર કોઈ પણ પ્રકારની દવા અસર કરી રહી નથી. એમ્સના ડોક્ટર્સે બે દર્દીમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ (Aspergillus Lentulus) નામના પેથોજન હોવાની પુષ્ટિ કરી છે. સારવાર દરમિયાન બંને દર્દીના મોત થઈ ગયા. 
Fungus: કોરોના બાદ નવી ફંગસનો હાહાકાર, કોઈ દવાની અસર ન થતા ડોક્ટર્સ પણ સ્તબ્ધ, આટલાના મોત

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં બ્લેક અને વ્હાઈટ ફંગસ (Black and White Fungus) બાદ એક નવા પ્રકારની ફંગસથી થતા મોત સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. આ એક એવી ફંગસ છે જેના પર કોઈ પણ પ્રકારની દવા અસર કરી રહી નથી. એમ્સના ડોક્ટર્સે બે દર્દીમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ (Aspergillus Lentulus) નામના પેથોજન હોવાની પુષ્ટિ કરી છે. સારવાર દરમિયાન બંને દર્દીના મોત થઈ ગયા. 

ફેફસાને સંક્રમિતકરે છે આ નવી ફંગસ
એસ્પરજિલિયસ લેન્ટુલસ (Aspergillus Lentulus) એક એવી પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે. વર્ષ 2005માં પહેલીવાર તેની ઓળખ કરાઈ હતી અને અત્યાર સુધીમાં એનેક દેશોમાં તેના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. જો કે ડોક્ટર્સનું કહેવું છે કે ભારતમાં આ ફંગસના સંક્રમણના પહેલીવાર કેસ જોવા મળ્યા છે. 

એન્ટી ફંગલ દવાઓ પણ અસર નથી કરતી
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજી (IJMM) માં છપાયેલા કેસ રિપોર્ટ મુજબ એક દર્દીની ઉંમર 50થી 60 વર્ષ વચ્ચે હતી, જ્યારે બીજા દર્દીની ઉંમર 45 વર્ષથી ઓછી હતી અને બંને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝ (COPD) થી પીડિત હતા. રિપોર્ટ મુજબ પહેલા દર્દીની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ સુધારો નહીં થયા બાદ એમ્સ(AIIMS) રેફર કરાયા. જ્યાં દર્દીને Amphotericin B અને ઓરલ Voriconazole ઈન્જેક્શન અપાયા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એક મહિના સુધી સારવાર બાદ પણ તબીયતમાં સુધારો થયો નહીં અને દર્દીનું મોત નિપજ્યું. જ્યારે બીજા દર્દીને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ એમ્સ  (AIIMS) ના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો. જેને Amphotericin B અપાયું પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને અઠવાડિયા બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મોત થઈ ગયા. 

ફંગસની 700થી વધુ પ્રજાતિઓ અસ્તિત્વમાં
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના સેન્ટરને હેડ કરનારા ડો. અરુણલોક ચક્રવર્તી કહે છે કે, લગભગ એક દાયકા પહેલા સુધી ફંગની 200થી 300 જેટલી પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી, જે બીમાર કરતી હતી. હવે ફંગસની 700થી વધુ એવી પ્રજાતિઓ છે, જે માણસોને બીમાર કરે છે અને અનેક દવાઓની પણ અસર થતી નથી. અત્રે જણાવવાનું કે અરુણલોક ચક્રવર્તી PCI ચંડીગઢમાં મેડિકલ માઈક્રોબાયોલોજીના પ્રમુખ છે અને ફંગલ ઈન્ફેક્શન્સના જોખમને લઈને ગત 37 વર્ષથી અવાજ ઉઠાવી રહ્યા છે. 

શું હોય છે ફંગલ ઈન્ફેક્શન?
ફંગલ ઈન્ફેક્શન (Fungal Infection) એવી બીમારીઓને કહેવાય છે જે fungus થી થાય છે. fungus એક પ્રકારના નાના ઓર્ગેનિઝમ્સ હોય છે જે પર્યાવરણમાં મળી આવે છે. દાદર કે નખમાં થતા સંક્રમણ જેવા ફંગલ ઈન્ફેક્શનના મોટાભાગના કેસમાં સરળતાથી સારવાર થઈ જાય છે પરંતુ કેટલાક સંક્રમણ ખુબ ઘાતક હોય છે. જેમાં કેન્ડિડા કે એસ્પરજિલિયસ ફંગસથી થનારા ઈન્ફેક્શન પણ સામેલ છે. ફંગલ ઈન્ફેક્શનના કારણે દુનિયાભરમાં દર વર્ષે 15 લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે. 

ફંગલ ઈન્ફેક્શનથી બચવા શું કરવું
ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે એન્ટીબાયોટિક્સ અને સ્ટેરોઈડ્સનો ઉપયોગ ઓછો કરો અને બની શકે તો ડોક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે. ડાયાબિટિસ, કિડનીની બીમારી કે અન્ય કોઈ કો-મોર્બિડિટિઝથી ગ્રસ્ત લોકોએ સમયસર દવાઓ લેવાની સાથે સાથે ખાણી પીણીનું પણ ખુબ ધ્યાન રાખવું જરૂરી છે. જો ત્વચા પર ચકામા, લાલા ડાઘા, તાવ, માથાનો દુખાવો કે થાક જેવા લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરને મળો કારણ કે સમયસર સારવાર લેવાથી પરેશાનીને વધતા રોકી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news