ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત પહેલા સીમા વિવાદ પર એસ જયશંકરનું આવ્યું નિવેદન
Trending Photos
નવી દિલ્હી: ચીન સાથે વિવાદોને વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ ખુબજ ગંભીર સ્થિતિ ગણાવી છે. માસ્કો રવાના થતા પહેલા સોમવારના વિદેશ મંત્રીએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ ઘણી ગંભીર છે અને આ મામલે સમાધાન માટે રાજકીય સ્તર પર ચર્ચા જરૂરી છે.
જયશંકર મોસ્કોમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Chinese Foreign Minister Wang Yi) સાથે મુલાકાત કરશે. એવામાં તેમણે પહેલા જ ચીનને ભારતના સ્ટેન્ડની જાણકારી આપી છે. વિદેશ મંત્રી રશિયામાં સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેશે.
વિદેશ મંત્રી જયશંકરે વધુમાં કહ્યું કે, સીમા પર શાંતિ વગર બંને દેશોના સંબંધ શાંતિપૂર્ણ રહી શકે નહીં. આ સવાલના જવાબમાં તે તેના ચીની સમકક્ષને શું સંદેશ આપશે? વિદેશ મંત્રીએ કહ્યું કે હું તેમને શું કહીશ તે હું કહી શકતો નથી, પરંતુ મારો ભાર શાંતિ દ્વારા સમાધાન કરવા પર રહેશે.
અગાઉના કરાર પર ધ્યાન રાખવું
એસ જયશંકરે 1993 બાદથી સીમા પ્રબંધન પર બંને દેશોની વચ્ચે થયેલા કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચીનને અગાઉના કરાર પર ધ્યાન રાખવું જોઇએ. વર્તમાન સમયમાં જે સ્થિતિ ઉભી થઇ છે, તે ખુબ જ ગંભીર છે. ખાસ કરીને મેથી LAC પર સ્થિતિ ઘણી ગંભીર છે અને આ મામલે સમાધાન માટે રાજકીય સ્તર પર ચર્ચા કરવાની જરૂરીયાત છે.
રક્ષામંત્રીએ આપી હતી ચેતવણી
જયશંકર 10 સપ્ટેમ્બરના મોસ્કોમાં એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠક વહેલા ચીનના વિદેશ મંત્રીને મળવાના છે. તે પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ પણ ચીનની સમકક્ષ મુલાકાત કરી હતી. સક્ષામંત્રીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બારત તેની દરેક નાપાક હરકતને સારી રીતે જાણે છે. તેમણે કહ્યું હતું કે, ભારત તમામ દેશો સાથે સારા સંબંધોના પક્ષમાં છે, પરંતુ તેને અમારી નબળાઇ સમજવી નહીં, અમે કોઇપણ કિંમત પર અમારી અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે