Corona: દિલ્હી સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર પોઝિટિવ, બધાએ લીધી હતી વેક્સિન

હોસ્પિટલના સૂત્રએ જણાવ્યું કે, કોરોના મહામારીની નવી લહેરમાં 37 ડોક્ટરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સર ગંગારામ હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું, 'હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 37 ડોક્ટર સંક્રમિત થયા છે. 

Corona: દિલ્હી સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર પોઝિટિવ, બધાએ લીધી હતી વેક્સિન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હી સરકારના તમામ પ્રયાસો છતાં મહામારી અનેક લોકોને ઝપેટમાં લઈ રહી છે. કોરોનાની આ લહેરમાં દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટરો સંક્રમિત થઈ ગયા છે અને તેમાંથી 5ને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એક સૂત્રએ ગુરૂવારે આ વિશે માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પ્રથમવાર 7 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પોઝિટિવ આવેલા ડોક્ટરોએ વેક્સિન પણ લીધી છે. 

હોસ્પિટલના સૂત્રએ જણાવ્યું કે, કોરોના મહામારીની નવી લહેરમાં 37 ડોક્ટરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સર ગંગારામ હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું, 'હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 37 ડોક્ટર સંક્રમિત થયા છે. આ ડોક્ટરોમાં મોટાભાગનાને સામાન્ય લક્ષણ છે. કુલ 32 ડોક્ટર ક્વોરેન્ટાઇન છે અને 5ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.' છેલ્લા એક વર્ષથી મહામારી દરમિયાન સર ગંગારામ હોસ્પિટલે કોરોનાની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. '

દિલ્હીમાં 7 હજારથી વધુ કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરે ચિંતા ઉપજાવી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7437 લોકો સંક્રમિત થયા છે અને 24 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા બુધવારે 5506 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

છેલ્લા 7 દિવસનો રેકોર્ડ
1 એપ્રિલ - 2790
2 એપ્રિલ - 3594
3 એપ્રિલ - 3567
4 એપ્રિલ - 4033
5 Aprilપ્રિલ - 3548
6 એપ્રિલ - 5100
7 એપ્રિલ- 5506

અત્યાર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં  698008 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 11157 લોકોના મૃત્યુ થયા છે. આ સમયે શહેરમાં 23181 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં 426 કન્ટેઈન્મેન્ટ ઝોન છે. કોરોનાના વધતા કેસને જોતા દિલ્હી સરકારે 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news