Kisan andolan: વિપક્ષી નેતાઓ પર તોમરનો પ્રહાર, કહ્યું- દેશની કિંમત પર ન કરો કૃષિ કાયદાનો વિરોધ
વિપક્ષી દળો પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં અસહમતિ અને વિરોધનું પોતાનું સ્થાન છે. પરંતુ મતભેદ અને વિરોધ દેશને ક્ષતિ પહોંચાડવાની કિંમત પર ન કરવા જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ સુધારના ત્રણ કાયદા વિરુદ્ધ કિસાન આંદોલન (Kisan andolan) ને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra singh tomar) એ વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું, કિસાનોનું અહિત કરી રાજકીય ઈચ્છા પૂરી કરવી યોગ્ય નથી. દેશમાં લાંબા સમયથી કૃષિ ક્ષેત્રમાં સુધારની જરૂર હતી, જેને કાયદો બનાવીને પૂરી કરવામાં આવી. તોમર શનિવારે અહીં એક સમારોહમાં બોલી રહ્યા હતા.
વિપક્ષી દળો પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં અસહમતિ અને વિરોધનું પોતાનું સ્થાન છે. પરંતુ મતભેદ અને વિરોધ દેશને ક્ષતિ પહોંચાડવાની કિંમત પર ન કરવા જોઈએ. આંદોલન કરનાર સંગઠન, મતભેદ વાળા મુદ્દા પર વાત કરવા તૈયાર નથી. એક ડઝન વાર સંગઠનો સાથે ચર્ચા થઈ, જેમાં ઘણા જરૂરી મુદ્દા પર સંશોધનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. સંસદમાં કલાકોની ચર્ચામાં વિપક્ષી દળોએ પોતાની વાત રાખી, પરંતુ કાયદાની કથિત વિરોધવાળી જોગવાઈનો ઉલ્લેખ ન કર્યો. ક્યા પાસા પર વિરોધ કે કમી છે, કોઈએ તેને જણાવવા યોગ્ય સમજ્યા નથી.
અમારી પ્રાથમિકતા કિસાનોનું સન્માન કરવુઃ તોમર
સમારોહમાં હાજર યુવાઓને તેમણે કહ્યુ કે, નવી પેઢીએ આ પ્રકારની રાજનીતિ કરનારા પર વિચાર કરવો જોઈએ. પાછલી વાર્તાઓમાં સંશોધનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો, પરંતુ તેનો અર્થ તે નથી કે કૃષિ કાયદામાં કોઈ ખામી છે. અમારી પ્રાથમિકતા કિસાનોનું સન્માન કરવાની છે. ગામ અને કૃષિ આધારિત અર્થવ્યસ્થાને કરોડરજ્જુ ગણાવતા તેમણે કહ્યું કે, મંદી અને પ્રતિકૂળતામાં પણ ગ્રામીણ અર્થવ્યવસ્થા તથા ખેતીએ દેશને મજબૂતી પ્રદાન કરી છે.
ખાદ્ય ઉત્પાદન સાથે બાગાયતી, દુધ ઉત્પાદન, માછલી પાલનમાં પણ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ઉત્પાદકતાના ક્ષેત્રમાં સતત કામ થઈ રહ્યું છે, પરંતુ આજે જરૂર છે કે ઉત્પાદનની ગતિને તીવ્રતા પ્રદાન કરતા આપણે પાકનું યોગ્ય મેનેજમેન્ટ કરીએ. ઉત્પાદન કેન્દ્રીત રણનીતિની સાથે પાક મેનેજમેન્ટ પર ધ્યાન આપી કિસાનોની આવક વધારવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે