30 મેના રોજ સાંજે 7 વાગ્યે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ 30 મેનાં રોજ સાંજે 7 વાગ્યે થશે. 30 મેનાં રોજ વડાપ્રદાન સાથે કેન્દ્રીય મંત્રી પણ રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાની શપથ લેશે.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ 30 મેનાં રોજ સાંજે 7 વાગ્યે થશે. 30 મેનાં રોજ વડાપ્રદાન સાથે કેન્દ્રીય મંત્રી પણ રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાની શપથ લેશે. વડાપ્રધાનને ગુરૂવારે બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો આવવાની પૃષ્ટી હજી સુધી થઇ નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિં પદ અને ગુપ્તતાની શપથ લેશે.
The President will administer the oath of office and secrecy to the Prime Minister and other members of the Union Council of Ministers at 7 pm on May 30, 2019, at Rashrapati Bhavan
— President of India (@rashtrapatibhvn) May 26, 2019
નરેન્દ્ર મોદી 30 મે સાંજે 7 વાગ્યે વડાપ્રધાન પદના શપથગ્રહણ કરશે. આ બાબતે રાષ્ટ્રપતિ ભવન તરફથી અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને 30 મે સાંજે 7 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. નરેન્દ્ર મોદી સાથે તેમના મંત્રીમંડળના સહયોગીઓ પણ શપથ લેશે. શનિવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. આ અગાઉ નરેન્દ્ર મોદી ભાજપ સંસદીય દળનાં નેતા ચૂંટાયા હતા, ત્યાર બાદ તેમને એનડીએ સંસદીય નેતા પસંદ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ માટે 'હાનિકારક' છે રાહુલ ગાંધી, તેમ છતાં શા માટે છે જરૂરી, સમજો સંપૂર્ણ રાજનીતિ
શનિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં એનડીએનાં અનેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત યોજી હતી. અને તેમને સમર્થન પત્ર પણ સોંપ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ એનડીએને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને શપથગ્રહણ સમારોહ અંગે કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ પણ માંગ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે