મોત બાદ કિન્નરોની લાશ સાથે શું થાય છે? દુનિયાથી છૂપાવવામાં આવે છે આ રહસ્યો
શું તમે જાણો છો કે કિન્નર સમાજના એવા અનેક રહસ્યો છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. કિન્નર સમાજ પણ પોતાની બિરાદરીની અનેક વાતો દુનિયાથી છૂપાવીને રાખવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યો વિશે જણાવીશું.
Trending Photos
કિન્નર સમાજ અંગે અનેક પ્રકારની વાતો કહેવામાં આવે છે અને સંભળાતી હોય છે. આ સમુદાય ખુબ ખાસ છે. જ્યાં ભારતમાં કોઈ પણ શુભ અવસર પર કિન્નરોને ખુશ કરવા માટે સારા એવા પૈસા આપવામાં આવે છે ત્યાં એવું પણ માનવામાં આવે છે કે તેમનો શ્રાપ સાચો પણ પડે છે. આ કારણસર સામાન્ય રીતે લોકો કિન્નરોને દુ:ખી કે નારાજ કરવાનું અવગણતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કિન્નર સમાજના એવા અનેક રહસ્યો છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. કિન્નર સમાજ પણ પોતાની બિરાદરીની અનેક વાતો દુનિયાથી છૂપાવીને રાખવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યો વિશે જણાવીશું.
સામાન્ય રીતે જ્યારે કોઈનું મોત થાય છે ત્યારે તેની અંતિમયાત્રા દિવસે કાઢવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો આ ખુબ જ જરૂરી નિયમ છે. કિન્નર સમાજમાં પણ મોટાભાગે બધા હિન્દુ ધર્મ જ માનતા હોય છે. પરંતુ વાત જ્યારે અંતિમયાત્રાની આવે તો તેઓ રાતનો સમય પસંદ કરે છે. હકીકતમાં આ સમાજ મૃતદેહની અંતિમયાત્રા સામાન્ય લોકોની નજરથી દૂર રાખવા માંગે છે. આથી જ્યારે પણ કોઈ કિન્નરનું મોત થાય તો તેની અંતિમયાત્રા રાતમાં કાઢવામાં આવે છે.
તમને એ પણ જણાવી દઈએ કે કિન્નરોની અંતિમયાત્રામાં કોઈ પણ સમાજના લોકોનું જવાનું મનાઈ હોય છે. આ સમાજનો નિયમ છે કે તેમના ત્યાં અંતિમયાત્રામાં ફક્ત તેમની બિરાદરીના લોકો જ સામેલ થઈ શકે છે અને કોઈ પણ અન્ય સમાજના લોકોને મંજૂરી હોતી નથી.
કિન્નરના મોત બાદ તેમના મૃતદેહને બાળવામાં આવતો નથી. આમ તો કિન્નર સમાજ હિન્દુ ધર્મને માને છે. આ સાથે જ હિન્દુઓના દરેક નિયમમાં માને છે પરંતુ વાત જ્યારે મૃતદેહની આવે તો તેઓ તેને બાળવાની જગ્યાએ દફનાવે છે.
કોઈ કિન્નરનું મોત થઈ જાય તો તેમની અંતિમયાત્રામાં કોઈ રોતું પણ નથી. તેમનામાં આંસુ કાઢવાની મનાઈ હોય છે. હકીકતમાં આ લોકોનું માનવું છે કે કિન્નરમાં જન્મ પાપીઓનો થાય છે. જ્યારે કોઈ કિન્નરનું મોત થાય તો તેને આ નરક જેવા સંસારમાંથી મુક્તિ મળવાની ખુશી મનાવવામાં આવે છે. આ કારણે કોઈને પણ રડવાની મનાઈ હોય છે.
કિન્નર સમાજ આમ તો બજા લોકોની પ્રગતિ અને ખુશાલી માટે દુઆઓ માંગે છે પરંતુ પોતાના માટે તેઓ ફક્ત એક જ દુઆ માંગે છે. દુનિાયનો દરેક કિન્નર ભગવાન પાસે એ દુઆ માંગે છે કે આગામી જન્મમાં તે ફરીથી કિન્નર ન બને. કિન્નરોના મોત બાદ તેના બોડીને જૂતા અને ચપ્પલથી પીટવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી તેના પાપને ઓછું કરવામાં આવે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે