Mumbai: નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે, તેમના વિરુદ્ધ 2 કેસ દાખલ 

નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને ખુબ હલચલ ચાલુ છે. આવામાં નવાબ મલિક મંગળવારે દેવેન્દ્ર ફડણવીસની વિરુદ્ધ ઉતરેલા જોવા મળ્યા અને કહ્યું કે બુધવારે તેઓ હાઈડ્રોજન બોમ્બ ફોડશે. આ બાજુ વાનખેડે પરિવાર તરફથી ઔરંગાબાદમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત સમીર વાનખેડેના સાળીએ પણ નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. 
Mumbai: નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે, તેમના વિરુદ્ધ 2 કેસ દાખલ 

મુંબઈ: નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને ખુબ હલચલ ચાલુ છે. આવામાં નવાબ મલિક મંગળવારે દેવેન્દ્ર ફડણવીસની વિરુદ્ધ ઉતરેલા જોવા મળ્યા અને કહ્યું કે બુધવારે તેઓ હાઈડ્રોજન બોમ્બ ફોડશે. આ બાજુ વાનખેડે પરિવાર તરફથી ઔરંગાબાદમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત સમીર વાનખેડેના સાળીએ પણ નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. 

સમીર વાનખેડેના પિત ધ્યાનદેવ કાચરુજી વાનખેડે અને સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા. સમીર વાનખેડેના પિતાએ મુલાકાત બાદ કહ્યું કે, મે અને મારી પુત્રવધુએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી, અમે તેમને મેમોરેન્ડમ સોંપ્યુ છે. ગવર્નરે અમને કહ્યું કે બધુ ઠીક થઈ જશે. 

સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે અમે તેમને બધુ જણાવી દીધુ છે. અમે તેમને કોઈ ફરિયાદ આપી નથી પરંતુ આ સત્યની લડત છે અને અમે તે લડી રહ્યા છે. અમને બસ લડવા માટે તાકાત જોઈએ. નવાબ મલિક સતત સમીર વાનખેડેના પરિવારને નિશાન  બનાવી રહ્યા છે. આ અગાઉ વાનખેડે પરિવારે તેમના વિરુદ્ધ 1.25 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. 

સમીર વાનખેડેના સાળીએ પણ એનસીપીના નેતા નવાબ મલિક વિરુદ્ધ લીગલ એક્શન લીધુ છે. વાત જાણે એમ છે કે નવાબ મલિકે સમીર વાનખેડેની સાળી વિરુદ્ધ પણ ટ્વીટ કરી હતી. ત્યારબાદ તેમના વિરુદ્ધ પુણેમાં કેસ દાખલ કરાયો. આ બાજુ વાનખેડેના સંબંધીઓએ ઔરંગાબાદમાં પણ નવાબ મલિક વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. 

— ANI (@ANI) November 9, 2021

આ અગાઉ બે ફરિયાદ સમીર વાનખેડેના પિતાએ એસસી-એસટી એક્ટ હેઠળ આપી હતી. જેમાંથી એક ફરિયાદ વાશીમ અને બીજી ઓશિવારાના એસીપીને નવાબ મલિક વિરુદ્ધ અપાઈ હતી. 

એક અન્ય મામલે સમીર વાનખેડેની સાળીએ નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જેમાં નવાબ મલિક ઉપરાંત નિશાંત વર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 354ડી, 503, અને 506 હેઠળ કેસ દાખલ થયો છે. નવાબ મલિક અને નિશાંત વર્માએ સમીર વાનખેડેની સાળી વિરુદ્ધ ટ્વીટ કરી હતી. ત્યારબાદ આ કેસ નોંધાયો. 

સનાતન સંસ્થાએ આરોપો પર આપ્યો જવાબ
સનાતન સંસ્થાએ નવાબ મલિક તરફથી લગાવવામાં આવેલા આરોપો બાદ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મુંબઈ ડ્રગ પ્રકરણમાં વધુ પડતી નીચલા સ્તરની રાજનીતિ થઈ રહી છે. તેમાં નવાબ મલિકે સ્વયં પર લગાવવામાં આવેલા આરોપોના ખુલાસા માટે સત્ય ન જાણવા છતાં સનામત સંસ્થાના નામનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. દાઉદની કોઈ પણ સંપત્તિ સનાતન સંસ્થાએ ખરીદી નથી. વાસ્તવમાં રત્નાગિરિના સમાચારપત્રોમાં પ્રકાશિત સમાચારો મુજબ આ સંપત્તિ દિલ્હીના એડવોકેટ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. 

સંસ્થાએ કહ્યું કે શ્રીવાસ્તવે તે સ્થાન પર નાના બાળકો પર સંસ્કાર કરાવવા માટે સનાતન ધર્મ પાઠશાળા નામનું ગુરુકુળ શરૂ કરવાની જાહેરાત કરી છે. તે સિવાય સનાતન સંસ્થા અને એડવોકેટ અજય શ્રીવાસ્તવનો કોઈ પણ સંબંધ નથી. આથી પૂરતી જાણકારી ન રાખીને સનાતન સંસ્તાના સંદર્ભમાં આ પ્રકારના ખોટા આરોપ કરી નવાબ મલિક પોતાની મજાક ન ઉડાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news