નોએડાનો ગાયબ કાશ્મીરી વિદ્યાર્થી આતંકીના રૂપમાં સામે આવ્યો, હાથમાં દેખાઈ AK-47

શુક્રવારે એકે-47ની સાથે તેની ફાઈલ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી તસવીરોમાં સોફી કાળા કપડામાં દેખાઈ રહ્યો છે, અને તેમાં દાવો કરાયો છે કે, તે આઈએસઆઈએસના વિચારોથી પ્રભાવિત આતંકી ગ્રૂપ આઈએસજેકેમાં સામેલ થઈ ગયો છે.

નોએડાનો ગાયબ કાશ્મીરી વિદ્યાર્થી આતંકીના રૂપમાં સામે આવ્યો, હાથમાં દેખાઈ AK-47

નોએડા : સોશિયલ મીડિયા પર શુક્રવારે ગાયબ થયેલા એ કાશ્મીરી વિદ્યાર્થીની તથાકથિત તસવીર સામે આવી, જે ઉત્તર પ્રદેશના નોએડામાં આવેલી શારદા યુનિવર્સિટીમાં મારપીટની ઘટના બાદ ગાયબ થયો હતો. શુક્રવારે એકે-47ની સાથે તેની ફાઈલ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી તસવીરોમાં સોફી કાળા કપડામાં દેખાઈ રહ્યો છે, અને તેમાં દાવો કરાયો છે કે, તે આઈએસઆઈએસના વિચારોથી પ્રભાવિત આતંકી ગ્રૂપ આઈએસજેકેમાં સામેલ થઈ ગયો છે. હાલ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. 

મૂળ રૂપથી શ્રીનગરનો રહેવાસી એહતેશામ બિલાલ સોફી (ઉંમર 17 વર્ષ) નોએડાની શારદા યુનિવર્સિટીમાં ડિગ્રીનો પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો. તે 28 ઓક્ટોબરના રોજથી યુનિવર્સિટીમાંથી ગાયબ હતો. તેણે યુનિવર્સિટીમાંથી દિલ્હી જવાની પરમિશન લીધી હતી. આ વિશેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, ગ્રેટર નોએડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન તેમજ શ્રીનગરના ખાનયાર પોલીસ સ્ટેશનમાં પણ તેના મિસિંગ થવાનો કેસ દાખલ કરાયો હતો. 

missing Kashmiri student of sharda university join isis posters viral on social media

આ પહેલા પોલીસે દાવો કર્યો હતો કે, તે કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત પુલવામા જિલ્લામાં જતો રહ્યો છે. રવિવારે તેના ગાયબ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. મામલાની તપાસ કરતા પોલીસે બુધવારે (31 ઓક્ટોબર)ના રોજ જણાવ્યું હતું કે, ગાયબ કાશ્મીરી વિદ્યાર્થી એહતેશામ બિલાલ અહેમદ 28 ઓક્ટોબરથી દિલ્હીની ગો એરની એક ફ્લાઈટથી શ્રીનગર પહોંચ્યો હતો. પરંતુ તેના બાદ તે તેના ઘરે ગયો ન હતો. પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, બિલાલ ગ્રેટર નોએડાથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયો હતો. ત્યાંથી તો ગો એરની ફ્લાઈટ જી-8-223થી 28 ઓક્ટોબરના રોજ શ્રીનગર ગયો હતો. 

missing Kashmiri student of sharda university join isis posters viral on social media

પોલીસે જણાવ્યું કે, સોમવારે બપોરે દોઢ કલાકે તેનું લોકેશન જમ્મુમાં મળ્યું હતું. તેની કોલ ડિટેઈલથી માલૂમ પડ્યું કે, તેણે સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાના આસપાસ પિતા સાથે વાત કરી હતી. જોકે, તે સમયે તેણે તેના પિતાને જમ્મુમાં હોવાની કોઈ જ જાણકારી આપી ન હતી. તેણે કહ્યું હતું કે, તે દિલ્હી મેટ્રોમાં છે. તેના બાદથી તેનો મોબાઈલ ફોન બંધ છે. ઉલ્લેખનીય છે કે, શારદા યુનિવર્સિટ કેમ્પસમાં ભારત અને અફઘાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં 17 વર્ષીય બિલાલની ભૂલથી પિટાઈ કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news