સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો ત્રિપલ તલાક આપી દીધા
મહારાષ્ટ્રના કલ્યાણથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયરે પત્નીના પિયરેથી 15 લાખ રૂપિયા લાવવાના અને ઓફિસના બોસ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કર્યું.
Trending Photos
મહારાષ્ટ્રના કલ્યાણથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયરે પત્નીના પિયરેથી 15 લાખ રૂપિયા લાવવાના અને ઓફિસના બોસ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કર્યું. એવું કહેવાય છે કે પત્નીએ જ્યારે ના પાડી તો પતિએ તેની પીટાઈ કરીને ત્રણ વાર તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી.
પીડિતા છત્રપતિ સંભાજી નગર વિસ્તારમાં રહે છે અને તેના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં કલ્યાણના એક હાઈ પ્રોફાઈલ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર સાથે થયા હતા. લગ્નના કેટલાક મહિનાઓ સુધી બધુ સામાન્ય હતું. પરંતુ થોડા દિવસ બાદ પતિએ તેની પત્નીને પિયરેથી 15 લાખ રૂપિયા લાવવા માટે પરેશાન કરવા માંડ્યું. તેણે કહ્યું કે પહેલી પત્નીને તલાક આપવા મટે પૈસા જોઈએ.
પત્નીને ત્રિપલ તલાક આપી કાઢી મૂકી
મીડિયા રિપોર્ટ મુજબ એવો આરોપ છે કે પતિએ ઓફિસ પાર્ટીમાં પત્નીને તેના બોસ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કર્યું. પત્નીએ ના પાડી તો તેને મારી અને ગુસ્સામાં આવીને ત્રિપલ તલાક આપીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. પીડિતાએ 19 ડિસેમ્બરના રોજ સંભાજી નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જેને 20 ડિસેમ્બરના રોજ કલ્યાણના બાજારપેઠ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરાઈ. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મુસ્લિમ મહિલા વિવાહ સંરક્ષણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ મામલો દાખલ કરાયો છે.
પોલીસે કેદ દાખલ કરી તપાસ શરૂ કરી
પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ગુસ્સાનો માહોલ છે અને આરોપી વિરુદ્ધ કઠોર કાર્યવાહીની માંગણી થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે