મહારાષ્ટ્ર: જેટ એરવેઝનાં કર્મચારીએ 4 માળની ઇમારતથી કુદીને આત્મહત્યા કરી

એક અધિકારીએ જણાવ્યું કે, 45 વર્ષીય શૈલેષ સિંહ શુક્રવારે સાંજે નાલાસોપારા ઇસ્ટમાં આવેલ પોતાની ચાર માળની ઇમારત પરથી છલાંગ લગાવી

મહારાષ્ટ્ર: જેટ એરવેઝનાં કર્મચારીએ 4 માળની ઇમારતથી કુદીને આત્મહત્યા કરી

મુંબઇ : જેટ એરવેઝનાં એક વરિષ્ઠ ટેક્નીશીયને મહારાષ્ટ્રનાં પાલઘરમાં અવસાદનાં કારણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. કર્મચારી કેંસર પીડિત હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, 45 વર્ષીય શૈલેષસિંહ શુક્રવારે સાંજે નાલાસોપારા ઇસ્ટમાં આવેલી પોતાની ચાર માળની ઇમારતથી છલાંગ લગાવી દીધી. 

જેટએરવેઝનાં સ્ટાફ એન્ડ એમ્પલોય એસોસિએશને જણાવ્યું કે, સિંહ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. કારણ કે સંચાલન બંધ કરનારા જેટએરવેઝનાં અનેક મહિનાઓથી પોતાનાં કર્મચારીઓનું વેતન  નહોતુ ચુકવ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે કેંસર પીડિત છે અને તેની કિમોથેરેપી ચાલી રહી હતી. પ્રાથમિક  રીતે એવું પ્રતિત થાય છે કે બિમારીના કારણે તેઓ ટેન્શનમાં હતા. 

એસોસિએશને દાવો કર્યો કે, એરલાઇન્સ દ્વારા સંચાલન અટકાવી દેવામાં આવ્યા બાદ કર્મચારીની આત્મહત્યાનો આ પહેલો કિસ્સો છે. સિંહનાં પરિવારમાં પત્ની, બે પુત્રી અને બે પુત્ર છે. તેમનો એક પુત્ર પણ જેટના સંચાલન વિભાગમાં જ કામ કરી રહ્યો છે. પોલીસે દુર્ઘટનાવશ મોતનો એક કેસ દાખલ કર્યો છે. 

તુલિંજી પોલીસ સ્ટેશનનાં વરિષ્ઠ નિરીક્ષક ડેનિયલ બેને કહ્યું કે, શૈલેષસિંહ કેંસર પીડિત હતા અને પીડામાં હતા. આ અઠવાડીયાની શરૂઆતમાં કીમો થેરપી બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. તેમણે શુક્રવારે અચાનક આ રીતે અંતિમ શ્વાલ લીધા હતા. એક સવાલનાં જવાબમાં બેને કહ્યું કે, પોલીસને આ અંગે કોઇ જ માહિતી નથી જેટ સંકટના કારણે સિંહનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news