પ્રચંડ બહુમતી બાદ વડાપ્રધાને નાગરિકોને આપ્યા 4 મહત્વના વચન, જાણો શું છે...

લોકસભા ચૂંટણી 2019 (LokSabha Election Results 2019) લોકસભા ચૂંટણી 2019 સતત બીજી વખત પ્રચંડ મોદી લહેર જોવા મળી હતી. જેના પગલે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ સીટો સાથે કેન્દ્રની સત્તા પર બેસશે. ચૂંટણી પરિણામોમાં પ્રચંડ જીત મલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે ભાજપ મુખ્યમથક પહોંચશે. અહીં મુખ્યમથકની અંદર અને બહાર હાજર કાર્યકર્તાઓએ તેમનું ફુલ વરસાવીને ભવ્ય સ્વાગત કર્યું. પોતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ફુલોનો ગુલદસ્તો આપી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ અહીં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. 
પ્રચંડ બહુમતી બાદ વડાપ્રધાને નાગરિકોને આપ્યા 4 મહત્વના વચન, જાણો શું છે...

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Election Results 2019) લોકસભા ચૂંટણી 2019 સતત બીજી વખત પ્રચંડ મોદી લહેર જોવા મળી હતી. જેના પગલે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ સીટો સાથે કેન્દ્રની સત્તા પર બેસશે. ચૂંટણી પરિણામોમાં પ્રચંડ જીત મલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે ભાજપ મુખ્યમથક પહોંચશે. અહીં મુખ્યમથકની અંદર અને બહાર હાજર કાર્યકર્તાઓએ તેમનું ફુલ વરસાવીને ભવ્ય સ્વાગત કર્યું. પોતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ફુલોનો ગુલદસ્તો આપી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ અહીં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. 

વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, આજે સ્વયં મેઘરાજા પણ આ વિજય ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા. દેશનાં કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોલી ભરી દીધી. હું ભારતનાં 130 કરોડ નાગરિકોનું માથુ ઝુકાવીનુ નમન કરુ છું. જો કે આ સાથે વડાપ્રધાને ત્રણ કસમ પણ ખાધી હતી. 

LIVE: ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ મોદીએ જનતાનો આભાર માન્યો, કહ્યું- દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી
(1) આગામી દિવસોમાં બદઇરાદા, બદનીયત સાથે હું કોઇ કામ નહી કરું. 
(2) કામ કરતા ભુલ જરૂર થાય છે પરંતુ બદનિયત સાથે કોઇ કામ નહી કરુ
(3) મારા પોતાના માટે હું કાંઇ પણ નહી કરું, જે કાંઇ પણ કરીશ તે માત્ર દેશ માટે
(4) મારા સમયનું પળ-પળ, શરીરનું કણ કણ માત્ર અને માત્ર દેશવાસીઓ માટે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news