દિગ્વિજય માટે 'મિર્ચી યજ્ઞ' કરનાર સંતની નિરંજન અખાડા દ્વારા હકાલપટ્ટી
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહના પક્ષમાં પ્રચાર કરનારા સંત પર નિરંજની અખાડાએ કઠોર કાર્યવાહી કરી છે. નિરંજની અખાડાએ મહામંડલેશ્વર વૈરાજ્ઞાનંદ ગિરીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. હરિદ્વારના નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ ગિરીએ દિગ્વિજય સિંહ નહી જીતે તો સમાધી લેવાનો દાવો કર્યો હતો. સાથે જ દિગ્વિજય સિંહને જીતાડવા માટે 5 ક્વિન્ટલ મરચાનો હવન પણ કર્યો હતો. બાબાએ દાવો કર્યો કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જીતશે. . જો ભોપાલમાં કોઇ અન્ય ઉમેદવાર જીતશે તો તેજળ સમાધી લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં લોકસભા ચૂંટણી પુર્ણ થયા પહેલા અહી આવ્યા હતા. દિગ્વિજય સિંહની જીત માટે તેમણે મરચાનો યજ્ઞ કર્યો હતો. જેના થકી તેમણે દિગ્ગીના વિજયની કામના કરી હતી. અને જળ સમાધી અંગેના નિર્ણયની પણ જાહેરાત કરી હતી.
પીયૂષ ગોયલને નાણા મંત્રાલય સોંપાઇ શકે છે, જેટલીનું પત્તુ કપાય તેવી શક્યતા
કોમ્પ્યુટર બાબાની વિરુદ્ધ પણ આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ
આ અગાઉ કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં હઠયોત તથા સાધુઓનાં રોડ શોમાં જોડવાનાં મુદ્દે નામદેવ દાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાની વિરુદ્ધ આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો. કંપ્યુટર બાબા પૂર્વવર્તી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વાળી ભાજપ સરકારમાં રાજ્ય મંત્રી હતા. જો કે થોડા દિવસો બાદ તેઓ નારાજ થઇને રાજીનામું ધરી દીધું હતું. કમ્પ્યુટર બાબાના રોડશોની ફરિયાદ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને ચૂંટણી પંચને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહની જીત થાય તે માટે ન્યુ સોફિયા કોલેજનાં મેદાનમાં હઠયોગ કર્યો હતો અને સાધુઓ સાથે રોડ શો પણ કર્યો હતો, જ્યારે તેમણે ચૂંટણી પંચ પાસે સંત સમાગમ માટે પરવાનગી માંગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે