લોકસભા ચૂંટણી 2019: માયાવતી અને PM મોદીની મુશ્કેલી વધારી શકે છે કોંગ્રેસનો આ પ્લાન
કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં પણ જોડાઇ ગઇ છે. 2019માં યાજાવનાર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દલિતોને તેમની સાથે જોડવા માંગે છે.
Trending Photos
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં જાહેર વિધાનસભાની વચ્ચે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં પણ જોડાઇ ગઇ છે. 2019માં યાજાવનાર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દલિતોને તેમની સાથે જોડવા માંગે છે. તેના માટે કોંગ્રેસની ખાસ તૈયારી કરી છે. કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી પહેલા દલિત સમુદાય તેમના પક્ષની તરફેણમાં કરવાના હેતુંથી ‘સંવિધાનથી સ્વાભિમાન’ અભિયાન શરૂ કરવા જઇ રહી છે. જેના અંતર્ગત પાર્ટી નેતા તેમજ કાર્યકર્તા નરેન્દ્ર મોદી સરકારની દલિત તેમજ સંવિધાન વિરોધી નીતિઓ વિશે લોકોને અવગત કરાવશે.
એક તીરથી બે નિશાન લગાવવા માંગે છે કોંગ્રેસ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂટણીમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નું કોંગ્રેસ સાથે ગઠબંધન થઇ શક્યું નથી. માયાવતી સતત તીખા અંદાજમાં કોંગ્રેસ પર જવાબી હુમલા કરી રહી છે. તેઓ આ પણ કહી ચૂક્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની ગેરેન્ટી આપતા નથી. તેનાથી સ્પષ્ટ છે કે દલિતોને તેમની તરફેણમાં લાવવા માટે કોંગ્રેસને તેમના માટે નીતિ ઘડવી પડશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ભાષણોથી સતત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ કરી રહ્યાં છે. આ ઉપરાંત SC/ST એવી હાલતમાં કોંગ્રેસ દલિતોને તેમની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે.
ગામે ગામ જઇ દલિતોને જોડશે કોંગ્રેસ
પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ ઝુંબેશના અંતર્ગત 90 દિવસો સુધી ગામે ગામ જઇ દલિત સમાજના લોકોની સાથે સીધો સંપર્ક કરવામાં આવશે તથા નાના-મોટા સમ્મેલનોનું પણ આયોજન કરવામાં આવશે. 2019 માટે દલિત સમાજને તેમના પક્ષની તરફેણમાં કરવાના હેતુંથી આ અભિયાનનો અમલ કોંગ્રેસ પાર્ટીનો અનુસૂચિત જાતિ વિભાગ કરી રહ્યું છે.
જનતાને જણાવશે કોંગ્રેસ દલિત વિરોધી છે પીએમ મોદી
પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ નિતિન રાઉતે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી પછી અમે ‘સંવિધાનથી સ્વાભિમાન’ અભિયાન શરૂ કરવા જઇ રહ્યાં છે. આ અભિયાન દ્વારા અમે દલિત સમાજનો આત્મવિશ્વાસ વધારીશું અને તેમને જણાવીશું કે મોદી સરકાર કેવી રીતે બાબા સાહેબ દ્વારા બનાવવામાં આવેલા સંવિધાન પર પ્રહાર કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે ગામેગામ જઇશું અને દેશભરમાં સમ્મેલન કરીશું. અમારા નેતા દલિત સમાજને મોદી સરકારની દલિત તેમજ સંવિધાન વિરોધી નીતિઓ વિશે જણાવશે. રાઉતે કહ્યું કે પાર્ટીની તરફથી મોદી સરકારની દલિત તેમજ સંવિધાન વિરોધી પગાલને લઇ પત્રિકાઓ છપાવી તેનું વિતરણ પણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે