IRCTCએ 30 એપ્રિલ સુધી રદ કરી આ 3 ટ્રેનોનું બુકિંગ, આ કારણે લીધો નિર્ણય
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે કરવામાં આવેલા લોકડાઉન બાદ ટ્રેનથી યાત્રાની યોજના બનાવી રહેલા લોકોએ હજુ થોડા દિવસની રાહ જોવી પડશે. IRCTCના પ્રવક્તાએ જણાવ્યું કે આઇઆરસીટીસીએ તેમની ત્રણ પ્રાઇવેટ ટ્રેનમાં બુકિંગ 30 એપ્રિલ સુધી રદ કર્યું છે. આ પહેલા બુકિંગ 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા સુધી જ બધ હતું.
આ 3 ટ્રેનમાં 2 તેજસ ટ્રેન અને 1 કાશી મહાકાલ એક્સપ્રેસ છે. અધિકારીએ જણાવ્યું કે જે યાત્રિઓએ આ 3 ટ્રેનમાં બુકિંગ કરાવું હતું. તેમને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે. આઈઆરટીસીએ લોકડાઉનની સમયમર્યાદા વધવાના અણસાર જોતા આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે, આ પ્રાઇવેટ ટ્રેનોને દોડાવવાની જવાબદારી IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે