જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ
જમ્મૂ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાગળોની વચ્ચે રવિવાર સવારે એનકાઉન્ટર શરૂ થઇ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાદળોના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે રવિવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાદળોના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વચ્ચે બંને તરફથી ગોળીબાર શરૂ થઇ ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં 02 થી 03 આતંકવાદીઓ સંતાયા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘરી લીધો છે. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
જણાવી દઇએ કે, જમ્મૂ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોની સાથે એન્કાઉન્ટરમાં શનિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક બગીચામાં આતંકવાદીઓએ સેનાના સુરક્ષાદળ પર ગોળીબાર કર્યો હતો. જેના પર સૈન્યએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે જણાવ્યું કે બંન પક્ષો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા. અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની ઓળખ અને સાથે જ કયાં સગઠનમાંથી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ત્યારે શનિવાર બારામૂલા જિલ્લાના શોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક જવાનની ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદી સેનાના જવાન મોહમ્મદ રફી યાતૂના ઘરમાં ઘૂસ્યા અને તેમના પર અંધાધૂન ગોળીઓ ચલાવી હતી. અધિકારીએ કહ્યું યાતૂને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ તે પહેલા જ મોત નિપજ્યુ હતું.
(ઇનપુટ ભાષાથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે