એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી

અગાઉ કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત સરકાર વિશ્વાસમત દરમિયાન સદનમાં પરાસ્ત થઇ હતી

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી

બેંગ્લુરૂ : ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે. એકવાર ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. બેંગ્લુરૂમાં આજે સાંજે 6 વાગ્યે બીએસ યેદિયુરપ્પા પદ અને ગુપ્તતાની શપથ લેશે. તેઓ પોતાનાં ઘરેથી ભાજપ કાર્યાલય પહોંચ્યાં. અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા. 
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં વિશ્વાસમતદાન દરમિયાન કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ભાજપ હાલ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે. 

Live Update...

મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ પદ અને ગુપ્તતતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ગવર્નર વજુભાઇ વાળાએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

— ANI (@ANI) July 26, 2019

કર્ણાટકના રાજભવન ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા પહોંચી ચુક્યા છે. થોડા સમયમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. 

— ANI (@ANI) July 26, 2019

ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર
રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી. સાંજે 6 વાગે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે તેમના માથે બહુમત પરીક્ષણ કરવાની અગ્નિ પરિક્ષા પાસ કરવાની જવાબદારી છે. યેદિયુરપ્પાએ 31મી જુલાઈ પહેલા બહુમત સાબિત કરવો પડશે. 

— ANI (@ANI) July 26, 2019

મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે મેં રાજ્યપાલ સાથે હમણા વાત કરી. આજે સાંજે 6 વાગે હું મુખ્યમંત્રી પદના શપથ લઈશ. જો કે સરકાર બન્યા બાદ ભાજપ સામે અસલ પરીક્ષા બહુમત પરીક્ષણની રહેશે. કારણ કે હાલના વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે ગુરુવારે કોંગ્રેસના 3 બળવાખોર ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા છે. હજુ 14 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાકી છે. આવામાં સદનના ધારાસભ્યોની સંખ્યા 222 છે અને બહુમત માટે ભાજપે 112ના આંકડો મેળવવો પડશે. હાલના સમયમાં ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સમર્થન છે. 6 ધારાસભ્યો ખુટે છે જેના પર સરકાર બન્યા બાદ બધાની નજર રહેશે.

સ્પીકર રમેશકુમારે ગુરુવારે નિર્ણય લીધો કે 3 ધારાસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક અને સ્વાભાવિક નથી આથી તેમને 2023માં હાલની વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવા સુધી તત્કાળ પ્રભાવથી પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવે છે. પોતાનો નિર્ણય સંભળાવતા અધ્યક્ષે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં બાકીના 14 સભ્યો પર નિર્ણય લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news