કર્ણાટક:આજે મંત્રીમંડળની શપથવિધિ, શિવકુમાર બનશે કેબિનેટ મંત્રી, BSPને 'બગાસુ ખાતા પતાસુ' મળશે

કર્ણાટકમાં સત્તાનું ગઠન થયા બાદ લગભગ 15 દિવસ સુધી ચાલેલી રસાકસીના અંતે હવે રાજ્યમાં મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે.

કર્ણાટક:આજે મંત્રીમંડળની શપથવિધિ, શિવકુમાર બનશે કેબિનેટ મંત્રી, BSPને 'બગાસુ ખાતા પતાસુ' મળશે

નવી દિલ્હી: કર્ણાટકમાં સત્તાનું ગઠન થયા બાદ લગભગ 15 દિવસ સુધી ચાલેલી રસાકસીના અંતે હવે રાજ્યમાં મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે. આજે બપોરે સવા બે વાગે મંત્રીઓને પદ તથા ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. નવા બનેલા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓના શામેલ થવાની સંભાવના છે. કોંગ્રેસ અને જેડીએસમાં 22-12ના ફોર્મ્યુલા પર સમાધાન થયું છે. રાજભવનમાં થવા જઈ રહેલા આ થપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના 21 મંત્રીઓ થપથ લેશે જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર પણ સામેલ છે.

 

મંત્રીમંડળની રચનાને લઈને કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતાં અને પાર્ટીના કોટામાંથી શપથ લેવા જઈ રહેલા નેતાઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પાર્ટીના રાજ્યપ્રભારી કે સી વેણુગોપાલ, ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર, કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર અને દિનેશ ગુંડુરાવે  રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી.

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે જણાવ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરીને સંભવિત મંત્રીઓના પોર્ટફોલિયો સહિત પોતાના પ્રસ્તાવ રજુ કર્યા છે.

કોંગ્રેસના 21 ધારાસભ્યો લેશે મંત્રીપદના શપથ
આ બાજુ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને 21 ધારાસભ્યોની યાદી આપી હતી. જેના પર તેમણે પોતાની સહમતિ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધીએ કોંગ્રેસના 21 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા પર પોતાની મંજૂરી આપી દીધી છે. રાહુલ ગાંધીએ જે નેતાઓના નામ પર સહમતિ આપી છે તેમાં કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર, કૃષ્ણ બેરે ગૌડા, કેજે જ્યોર્જ, રોશન બેગ, રૂપા શશિધર, સતીષ જારકીહોલી, રાજશેખર પાટીલ, એમ બી પાટીલ, લિંગાયત નેતા શ્યામાનુર શિવશંકરપ્પા, પ્રિયાંક ખડગે, એચ એમ રેવન્ના, પુટ્ટારંગ શેટ્ટી, પ્રતાપચંદ્ર શેટ્ટી, પીટી પરમેશ્વરનાયક, જયમાલા, એચકે પાટીલ, આરવી દેશપાંડે, યુટી ખાદર, જમીર અહેમદ, શિવાનંદ પાટીલ અને શિવશંકર રેડ્ડી સામેલ છે. કોંગ્રેસના કોટાથી જી.પરમેશ્વરને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવેલા છે. બાકીના 21 મંત્રીઓ આજે શપથ ગ્રહણ  કરશે.

જેડીએસે પણ જારી કરી છે લિસ્ટ
જેડીએસએ પણ 8 ધારાસભ્યોની યાદી જારી કરી છે. જેમાં એચડી રેવન્ના, સારા મહેશ, સત્યનારાયણ, જીટી દેવગૌડા, એચકે કુમારાસ્વામી, સીએસ પુટ્ટુરાજુ, બંડેપ્પા કાશેમપુર, વેંકટરાવ નાડગૌડાના નામ સામેલ છે.

એકમાત્ર બીએસપી ધારાસભ્ય પણ બનશે મંત્રી
જેડીએસ મહાસચિવ કુંવર દાનિશ અલીએ જણાવ્યું કે બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન મહેશ પણ મંત્રીમંડળમાં સામેલ થશે. કારણ કે કર્ણાટકમાં ચૂંટણી પહેલા જેડીએસ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું અને બંને પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી હતી. શપથગ્રહણ સમારોહમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ શર્મા પણ સામેલ થશે.

જયનગર સીટથી જેડીએસએ ઉમેદવાર હટાવ્યો
કર્ણાટકમાં સત્તાધારી જેડીએસએ પોતાના ગઠબંધનના સાથી કોંગ્રેસના ઉમેદવારના પક્ષમાં બેંગલુરુની જયનગર વિધાનસભા સીટથી પોતાનો ઉમેદવાર હટાવી લીધો છે. આ સીટ માટે 11 જૂનના રોજ મતદાન થવાનું છે. પાર્ટી અધ્યક્ષ એચ ડી દેવગૌડાના નિર્દેશ પર કાલેગૌડાએ કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીના પક્ષમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી.

જયનગર સીટ પર ચૂંટણી 12મી મેના રોજ વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્થગિત કરી દેવાઈ હતી કારણ કે ભાજપના ઉમેદવાર બીએન વિજયકુમારનું ચોથી મેના રોજ નિધન થયું હતું. હવે આ સીટ માટે 11 જૂનના રોજ ચૂંટણી થશે. મતગણતરી 13 જૂનના રોજ થશે. આ બેઠક માટે 9 અપક્ષ સહિત કુલ 19 ઉમેદવારો મેદાનમાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news