Watch Video: આ વિધાયકે દલિતના મોઢામાંથી કોળિયો કાઢીને ખાધો, વાયરલ થયો વીડિયો
જાતિગત ભેદભાવને માત આપવા માટે કોંગ્રેસના એક વિધાયકે અનોખી પહેલ કરી જે ખુબ ચર્ચામાં છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જાતિગત ભેદભાવને માત આપવા માટે કોંગ્રેસના એક વિધાયકે અનોખી પહેલ કરી જે ખુબ ચર્ચામાં છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દેશ હાલ 21મી સદીમાં આગળ વધી રહ્યો છે ત્યાં હજુ પણ અનેક ઠેકાણે જાત પાતના ભેદભાવનું દૂષણ લોકો સહી રહ્યા છે.
કર્ણાટક કોંગ્રેસ વિધાયક બી ઝેડ ઝમીર અહેમદ ખાને જાતિગત ભેદભાવ સામે લડત આપવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે જે કામ કર્યું તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોને લોકોનો મિશ્ર રિસ્પોન્સ મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે તેમણે પહેલા એક દલિત સંતને ભોજન કરાવ્યું અને પછી તેમના મોઢામાંથી કોળિયો કાઢીને પોતે ખાઈ લીધો. કોંગ્રેસના વિધાયકનું કહેવું છે કે આવું તેમણે એ સાબિત કરવા માટે કર્યું કે જાતિ અને ધર્મમાં કોઈ ભેદ નથી.
#WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS
— ANI (@ANI) May 22, 2022
અત્રે જણાવવાનું કે દલિત સંત નારાયણ સ્વામીજી 22 મેના રોજ ડો. આંબેડકર જયંતી અને ઈદ મિલાદની ઉજવણી માટે એક કાર્યક્રમમાં આવ્યા હતા. તે વખતે કોંગ્રેસના આ વિધાયક જાતિગત ભેદભાવ વિરુદ્ધ સ્પીચ આપી રહ્યા હતા. તેમણે આ જે કામ કર્યું તેનાથી ત્યાં હાજર લોકો દંગ રહી ગયા હતા. દલિત સંતના મોઢામાંથી કોળિયો કાઢીને પોતે ખાઈને દર્શાવ્યું કે માણસાઈ સૌથી મહત્વની છે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે માણસાઈ જાતિ અને ધર્મ કરતા ઉપર છે. આ ધારાસભ્યએ કાર્યક્રમમાં સામેલ તમામ કાર્યકરોને ભોજન પીરસ્યું હતું. તેમણે કહ્યું કે આપણે બધાએ ભાઈચારો રાખીને રહેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે