Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો

Agniveer Recruitment 2023: આર્મી રિક્રુટીંગ ડાયરેક્ટર કર્નલ ઈન્દ્રજીત સિંહે જણાવ્યું કે છે લેખિત પરીક્ષા પછી શારીરિક કસોટી થશે. જેમાં ડિપ્લોમા પર 30 માર્ક્સ બોનસ, બે વર્ષના ડિપ્લોમા પર 40 માર્ક્સ બોનસ અને ત્રણ વર્ષના ડિપ્લોમા પર 50 માર્ક્સ બોનસ અપાશે.

Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો

Agniveer Recruitment 2023: યુવાનોને સેનામાં જોડાવાની તક મળી રહી છે..દેશના યુવાનો સેનામાં જોડાઈને તેમના પરિવારનું નામ રોશન કરી રહ્યાં છે. ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની અરજીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. સેનામાં જોડાવવા માગતા યુવાનો માટે આ એક સારા સમાચાર કહી શકાય . જે ઉમેદવારોની વય 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે. જે અગ્નિવીરમાં જોડાવા માગતા હોય છે તેઓ 20 માર્ચ સુધી સેનાની વેબસાઈટ પર જઈને કરી શકશે અરજી. અગ્નિવીર ભરતીની પરીક્ષા 17 એપ્રિલે યોજાશે. અગાઉ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 માર્ચ હતી.

ભરતીમાં લેખિત બાદ ફિઝિકલ એક્ઝામ લેવાશે-
આર્મી રિક્રુટીંગ ડાયરેક્ટર કર્નલ ઈન્દ્રજીત સિંહે જણાવ્યું કે છે લેખિત પરીક્ષા પછી શારીરિક કસોટી થશે. જેમાં ડિપ્લોમા પર 30 માર્ક્સ બોનસ, બે વર્ષના ડિપ્લોમા પર 40 માર્ક્સ બોનસ અને ત્રણ વર્ષના ડિપ્લોમા પર 50 માર્ક્સ બોનસ અપાશે.

અગ્નિવીર 4 વર્ષ સુધી આપી શકે છે સેવા-
આર્મી રિક્રુટીંગ ડાયરેક્ટર કર્નલ ઈન્દ્રજીત સિંહે વધારે જણાવ્યું કે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે...અગ્નવીર ચાર વર્ષ સુધી તેમની સેવાઓ આપી શકશે.તેમણે જણાવ્યું કે જિલ્લાના તમામ રસ ધરાવતા યુવાનો જે અગ્નિવીર ભરતી માટે અરજી કરવા માગે છે. તેઓ ટૂંક સમયમાં સેનાની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. મહિલા સૈન્ય પોલીસ, નર્સિંગ સહાયક અને વેટરનરી અને કોન્સ્ટેબલ ફાર્મા માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી...ઓનલાઈન રજીસ્ટ્રેશન 20 માર્ચ 2023 સુધી ખુલ્લું રહેશે. જો અરજદારને અરજીમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તે વેબસાઈટ પર આપવામાં આવેલ વીડિયો જોઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news