ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર

Onion Cutting Hack: ડુંગળી સમારો એટલે આંખમાંથી આંસુની ધાર નીકળવા લાગે. આંખમાં ડુંગળીના કારણે બળતરા પણ થાય છે. આ કારણથી ડુંગળી સમારવી મુશ્કેલ લાગે છે. પરંતુ આજે તમને બે એવી ટ્રીક વિશે જણાવીએ જેને અજમાવશો તો તમારી આંખમાંથી ડુંગળી સમારતી વખતે આંસુ નહીં નીકળે. 

ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર

Onion Cutting Hack: ડુંગળીનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. લગભગ રોજ ડુંગળી સમારીને તેનો ઉપયોગ કરવો જ પડે છે. ડુંગળી ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે છે પરંતુ તેને સમારવી મુશ્કેલી ભર્યું કામ છે. કારણ કે ડુંગળી સમારો એટલે આંખમાંથી આંસુની ધાર નીકળવા લાગે. આંખમાં ડુંગળીના કારણે બળતરા પણ થાય છે. આ કારણથી ડુંગળી સમારવી મુશ્કેલ લાગે છે. પરંતુ આજે તમને બે એવી ટ્રીક વિશે જણાવીએ જેને અજમાવશો તો તમારી આંખમાંથી ડુંગળી સમારતી વખતે આંસુ નહીં નીકળે. આ બે ટ્રીક ને ફોલો કરીને ડુંગળી સમારવાથી આંખમાં થતી બળતરાની તકલીફ પણ દૂર થઈ જશે. 

આ પણ વાંચો:

પહેલી રીત

ડુંગળીને છોલી અને તેના બે ટુકડા કરી લેવા. ત્યાર પછી તેને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી ડુંગળીની અંદર જે કેમિકલ હોય છે જેના કારણે આંખમાંથી આંસુ નીકળે છે તે પાણીમાં નીકળી જાય છે અને પછી તમે ડુંગળી સમારશો તો આંખમાં બળતરા નહીં થાય 

બીજી રીત

જો ડુંગળી સમારતી વખતે આંખમાં બળતરા ન થાય અને આંસુ પણ નીકળે તેવી ઈચ્છા હોય તો તમે ડુંગળી સમારતી વખતે એક ચિંગમ મોઢામાં રાખો. સિંઘમ ચાવતા ચાવતા તમે ડુંગળી સમારશો તો આંખમાંથી એક ટીપું પાણી પણ નહીં નીકળે અને ગમે તેટલી ડુંગળી સમારશો આંખમાં બળતરા પણ નહીં થાય. 

ડુંગળી સમારતી વખતે આંખમાંથી પાણી એટલા માટે નીકળે છે કે તેમાં લેક્રામેટ્રી સિન્થેસ એન્જાઈમ હોય છે. જ્યારે ડુંગળીને સમારીએ છીએ તો આ કેમિકલ બહાર નીકળે છે જે આંખને પ્રભાવિત કરે છે અને આંખમાંથી આંસુ નીકળવા લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news