અમિત શાહે કહ્યું હું સોગંધ ખાઉ છું કે... શાહને જાણનારા માને છે કે એ બોલે એ પાળે છે

Jammu Kashmir Amit Shah: જે અમિત શાહને જાણે છે તે માને છે કે શાહ એક વાર સંકલ્પ કરે તો હંમેશાં નિભાવે છે.  બે દિવસીય પ્રવાસના બીજા દિવસે અમિત શાહે પલોડામાં જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રેલીના સ્થળે લોકો ભારત માતા કી જયના ​​નારા લગાવી રહ્યા હતા. અમિત શાહે કોંગ્રેસ-NC અને PDPને જોરદાર નિશાને લીધા હતા.

અમિત શાહે કહ્યું હું સોગંધ ખાઉ છું કે... શાહને જાણનારા માને છે કે એ બોલે એ પાળે છે

Election jammu : જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યાના એક દિવસ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 'કાર્યકર્તા કોન્ફરન્સ'માં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કલમ 370 ક્યારેય પાછી નહીં હટે. શાહે કહ્યું, 'જમ્મુ-કાશ્મીર ભારતનું છે, હતું અને હંમેશા રહેશે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યનો વિકાસ થયો છે અને થશે. આજે કલમ 370 અને 35 (A) ભૂતકાળ બની ગઈ છે. હવે આ આપણા બંધારણનો ભાગ નથી. આ બધું પીએમ નરેન્દ્ર મોદીના તાકાતવર નિર્ણયોને કારણે થયું છે. કલમ 370 ઈતિહાસ બની ગઈ છે. અમે તેને ક્યારેય પાછી ખેંચવા દઈશું નહીં.

ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુના લોકો નક્કી કરશે કે આગામી સરકાર કોની બનશે. આપણે ઘરે ઘરે જઈને લોકોને તેમના વિભાજનકારી એજન્ડા સામે જાગૃતી લાવવી પડશે. રાહુલ બાબા, હું બાબા મનહાસના મંદિરમાં શપથ લઉં છું કે અમે તમને 370 પાછી ખેંચવા નહીં દઈએ. અમે તમને ગુર્જર બકરવાલ અને દલિત ભાઈઓનું રિઝર્વેશન ખતમ કરવા નહીં દઈએ.

અમિત શાહે કહ્યું કે અમે 70 વર્ષથી બાબા અમરનાથના દર્શન કરવાના અમારા અધિકાર માટે લડતા હતા. હવે અમારે ન તો માંગ કરવાની જરૂર છે કે ન તો આંદોલન કરવાની. તમારા મનમાં જે છે તે મોદીજી તમને સીધું આપી રહ્યા છે. અમારા કાર્યકરો ઘરે ઘરે જઈને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું કામ કરે છે.

જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે એક ધ્વજ, એક બંધારણ હેઠળ આ પહેલી ચૂંટણી છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરને અસ્થિર કરવા માટે અલગતાવાદીઓ અને આતંકવાદીઓના સમર્થકોને મુક્ત કરવા માંગે છે. NC-કોંગ્રેસ અને PDP જમ્મુ-કાશ્મીરને આતંકવાદની આગમાં ધકેલવા માંગે છે. કાશ્મીરે દાયકાઓ સુધી આતંકવાદનો ભોગ બનવું પડ્યું, મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં આતંકવાદની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. 

 

— ANI (@ANI) September 7, 2024

 જીતશે તો કલમ 370 પાછી લાવશે

ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કલમ 370 વિશે વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે  શું જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ થશે? તેના પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે 370 અમારી રાજકીય વિચારધારાનો ભાગ છે. આ એવી વસ્તુ છે જેના માટે આપણે  બેસી શકતા નથી, આપણે તેને શરણે જઈ શકતા નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે તેને ફરીથી અમલમાં મૂકવું એટલું સરળ નહીં હોય. એવું નથી કે તમે તેને આગામી 5 વર્ષમાં અમલમાં મુકશો. તે સાચું છે કે તે સમય લેશે પરંતું અમે 370ને ફરી પાછી લાવીશું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news