J&K: રામબનમાં ITBPની બસ ખીણમાં ખાબકી, એક જવાનનું મોત અને 34 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે એક રોડ અકસ્માતમાં ઈન્ડો તિબ્બતન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના એક જવાનનું મોત થયું છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે એક રોડ અકસ્માતમાં ઈન્ડો તિબ્બતન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના એક જવાનનું મોત થયું છે. આ અકસ્માત જમ્મુ અને કાશ્મીર નેશનલ હાઈવે પર રામબન જિલ્લામાં થયો. અહીં આઈટીબીપીના જવાનો અને કર્મચારીઓને લઈને જઈ રહેલી પ્રાઈવેટ બસ બેકાબુ થઈને ખૂની નાળા પાસે ખીણમાં ખાબકી. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના ફૂરચા ઉડી ગયાં. અકસ્માતમાં આઈટીબીપીના 34 જવાનો અને કર્મચારીઓ ઘાયલ થયા છે તથા એક જવાનનું મોત થયું છે.
અકસ્માત બાદ વિસ્તારમાં બચાવકાર્ય શરૂ કરી દેવાયું. તમામ ઘાયલોને રામબન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. રામબનના જિલ્લાધિકારીએ જાણકારી આપી છે કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે જમ્મુ મોકલવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યાં મુજબ જે સમયે અકસ્માત થયો ત્યારે બસમાં 35 લોકો સવાર હતાં.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે બસ જમ્મમુ જઈ રહેલા કાફલાનો ભાગ હતી જે સવારે લગભગ 8.45 વાગે રામબન જિલ્લામાં ખૂની નાળા પાસે રોડ પરથી લસરીને એક ખાઈમાં ખાબકી. અધિકારીએ જણાવ્યું કે ઝાડ વધુ હોવાના કારણે બસ ખાઈમાં ઊંડે જતા અટકી. રાહત અને બચાવકર્મીઓની એક ટીમ ઘટનાસ્થળે હાજર છે. આ ટમમાં સેના, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો પણ સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ 34 લોકોને બસના કાટમાળમાંથી કાઢીને રામબન સ્થિત જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે