Corona Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર, જાણો લેટેસ્ટ માહિતી
દેશમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,791 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 75,97,064 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોનાના કેસ (Corona Virus cases) સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,791 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 75,97,064 પર પહોંચ્યો છે. જેમાંથી 7,48,538 એક્ટિવ કેસ છે. જ્યારે 67,33,329 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. એક જ દિવસમાં 587 દર્દીઓએ જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,15,197 પર પહોંચ્યો છે.
India reports 46,791 new #COVID19 cases & 587deaths in last 24 hours.
Total cases - 75,97,064
Active cases - 7,48,538 (dip by 23,517 since y'day)
Cured/discharged/migrated - 67,33,329 (rise by 69,721 since y'day)
Deaths - 1,15,197 (rise by 587 since y'day) pic.twitter.com/RbEE0X39WN
— ANI (@ANI) October 20, 2020
5 સૌથી પ્રભાવિત રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાથી જે સૌથી વધુ પ્રભાવિત છે તેવા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાંથી સારા સમાચાર આવ્યા છે. આ રાજ્યોમાંથી રોજેરોજ આવતા કેસનો ટ્રેન્ડ જોઈએ તો ખબર પડે છે કે એક્ટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. જે ભારતમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો દર્શાવે છે. કારણ કે સતત 3 દિવસથી એક્ટિવ કેસ 8 લાખથી નીચે છે.
Trend of daily cases in 5 most affected states-Maharashtra, Karnataka,Kerala,Andhra Pradesh & Tamil Nadu-reveals stages of decline of active cases. It mirrors steady decrease in active cases in India with caseload being sustained below 8 lakhs for 3 days in a row: Health Ministry pic.twitter.com/BRIowIqE5N
— ANI (@ANI) October 20, 2020
કેટલાક રાજ્યોના અમુક જિલ્લાઓમાં સામુદાયિક સંક્રમણ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી. હર્ષવર્ધને સંડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે વાતચીતમાં આ વાત કરી. તેઓ એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમના રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, "પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિભિન્ન ભાગમાં અને ખાસ કરીને ગાઢ વસ્તીવાળા વિસ્તારોમાં કોવિડ-19નું સામુદાયિક સંક્રમણ થઈ શકે છે."
તેમણે કહ્યું કે જો કે, "દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે." કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે