પ્લીઝ સાહેબ...મારી પત્નીને શોધી આપો, મારો બાપ લઈને ભાગી ગયો છે, આવી હરકતથી પુત્ર ચોંકી ગયો!

Sasur Bahu Affair: તમને યકીન નહીં આવે એવી એક ઘટના સામે આવી છે. દીકરાના લગ્નને લગભગ 5 વર્ષ થઈ ગયા છે. યુવક હવે ઈચ્છે છે કે પોલીસ તેના પિતા અને તેની પત્નીને શોધીને તેમને પરત લાવે. પિતા હોસ્પિટલમાં ચોકીદાર તરીકે કામ કરે છે. પિતાની આ હરકતથી પુત્ર ચોંકી ગયો છે. તે માની શકતો નથી કે તેના પિતા આવું કૃત્ય કરશે.

પ્લીઝ સાહેબ...મારી પત્નીને શોધી આપો, મારો બાપ લઈને ભાગી ગયો છે, આવી હરકતથી પુત્ર ચોંકી ગયો!

Sasur Bahu Affair: હવે આ ઘટના જોઈને તમને પણ એમ થશે કે હવે કોની પર ભરોસો કરવો. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સસરા અને પુત્રવધૂ વચ્ચે પ્રેમ થયો અને બંને ઘર છોડીને ભાગી ગયા છે. એક પિતા દીકરાની વહુના પ્રેમમાં પાગલ થઈ ગયા છે. પુત્રનો આરોપ છે કે પિતાએ તેની પત્ની સાથે કોર્ટ મેરેજ કર્યા છે. યુવકે પોલીસ સ્ટેશન જઈને પોલીસ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી. તેમજ પોલીસ તેની પત્નીને શોધીને તેને વહેલી તકે પરત લાવે તેવી માંગણી કરી હતી.

દીકરો કમાવવા ગયો હતો દિલ્હી
યુવકના પિતા ફરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોકીદાર છે. જેમનું નામ શિલ્પી કુમાર છે. પુત્ર આકાશે જણાવ્યું કે પિતાની ઉંમર 50 વર્ષની છે. પરંતુ તેણે તેના પુત્રની પત્ની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આકાશના કહેવા પ્રમાણે, તેને આ વિશે પહેલા ખબર નહોતી. કારણ કે તે કામ કરવા માટે દિલ્હી ગયો હતો. પત્ની તેના સાસરે રહેતી હતી. આ સમય દરમિયાન પિતાએ ચક્કર ચલાવ્યું અને દીકરાની વહુ પ્રેમમાં પાગલ બની ગઈ હતી. 

પિતાએ કોર્ટ મેરેજ કરી લીધા
પુત્ર આકાશનો આરોપ છે કે તેના પિતાએ તેની પત્ની સાથે કોર્ટ મેરેજ કર્યા છે. પિતાના આ પગલાંથી તે ચોંકી ગયો છે. તે માની શકતો નથી કે તેના પિતા આવું કરશે. આ મામલે આકાશની માતા રજ્જો દેવીએ તેના પતિ એટલે કે શિલ્પી અને પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રજ્જોના આ બીજા લગ્ન છે. તેણે શિલ્પી સાથે તેના પહેલાં પતિના મૃત્યુ બાદ લગ્ન કર્યા હતા.

પોલીસે શોધવાની આપી ખાતરી..
રજ્જોના પહેલાં પતિનું 18 વર્ષ પહેલા અવસાન થયું હતું. આકાશના પણ લગ્નને લગભગ 5 થી 6 વર્ષ થયા છે. યુવક હવે ઈચ્છે છે કે પોલીસ તેના પિતા અને તેની પત્નીને શોધી કાઢે, જેથી તે જાણી શકે કે તેની પત્નીએ તેની સાથે શા માટે છેતરપિંડી કરી. આ બનાવની ગામમાં ચર્ચા છે. ગામલોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે શિલ્પીએ આવું કામ ન કરવું જોઈએ. તે જ સમયે, પોલીસે યુવકને ખાતરી આપી છે કે તેઓ શિલ્પી અને તેની પત્નીને શોધી કાઢશે અને શક્ય તેટલી વહેલી તકે તેમને પરત લાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news