Corona Virus: દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવાના સવાલ પર કેન્દ્રએ આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના પર યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પર સવાલ પૂછવામાં આવ્યો હતો. 

Corona Virus: દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવાના સવાલ પર કેન્દ્રએ આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ દેશમાં દરરોજ સામે આવી રહેલા 3.50 લાખથી વધુ કોરોના કેસો અને હજારો મોત વચ્ચે સૌથી મોટો સવાલ એક જ છે કે શું કેન્દ્ર સરકાર પાછલા વર્ષની જેમ દેશમાં લૉકડાઉન લગાવશે? નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલને બુધવારે જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકારોને પ્રતિબંધોને લઈને દિશાનિર્દેશ આપી દીધા છે. તેમણે તે પણ કહ્યું કે, જો ભવિષ્યમાં કંઈ વધુ કરવાની જરૂર પડે છે તો તેને લઈને હંમેશા ચર્ચા કરવામાં આવે છે. 

વીકે પોલે કહ્યુ, જો સંક્રમણ વધુ વધે છે તો ચેન તોડવા માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે. લોકોની અવર-જવર રોકવામાં આવે છે. આ સંબંધમાં 29 એપ્રિલે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, ત્યાં પર સરકારોને રાત્રી કર્ફ્યૂ લાગી કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારો નિર્ણય લેશે. આ સિવાય સામાજીક, રાજકીય, ખેલ, ધાર્મિક મેળાવળા પર પ્રતિબંધ છે. શોપિંગ કોમ્પલેક્સ, સિનેમા ઘર, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરેને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

— ANI (@ANI) May 5, 2021

આ સિવાય તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થાનીક સ્થિતિનો અભ્યાસ કરે અને તે પ્રમાણે નિર્ણય લે. આ એડવાઇઝરીની આધાર પર રાજ્ય સરકાર નિર્ણય લઈ રહી છે. આ ગાઇડલાઇન સિવાય જો જરૂર પડે તો તે વિકલ્પ પર વિચાર કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારોને સંક્રમણ રોકવા માટે પ્રતિબંધ લગાવવા માટે પહેલા ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. 

24 કલાકમાં 3780 લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી  34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 1,69,51,731  થઈ છે. ચિંતાજનક વાત એ છે કે મૃત્યુઆંક અચાનક વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,26,188 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 16,04,94,188 લોકોને રસી અપાઈ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news