આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નહીં ખાવા પડે ધરમના ધક્કા, જાણો સરળ પ્રક્રિયા

Aayushman Card: પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે થઈ શકે તે માટે દર્દીઓને ભારત સરકાર દ્વારા એક સ્પેશિયલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જેનું નામ છે આયુષ્માન કાર્ડ. શું તમે પણ આયુષ્માન કાર્ડ કઢાવવા માંગો છો? તો કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. જાણો સમગ્ર પ્રક્રિયા...

આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નહીં ખાવા પડે ધરમના ધક્કા, જાણો સરળ પ્રક્રિયા

Aayushman Card: ભારત સરકાર દ્વારા નાગરિકોને આરોગ્યની સેવા પુરી પાડવા માટે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે. આ કાર્ડ થતી તમે કોઈ પણ બીમારી કે કોઈ પણ ઓપરેશનની સારવાર લેવી પડે તો લઈ શકો છો. જેમાં દર્દીને પાંચ લાખ સુધી મફત સારવાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા વિશે વિગતવાર જાણો...

આયુષ્માન કાર્ડ કઢાવવા કયા-કયા પુરાવાની પડે છે જરૂર?

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
  • રેશન કાર્ડ (નવો બારકોડેડ)
  • આધાર કાર્ડ

ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦3. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

ખાસનોંધઃ

  • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.5,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.
  • વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.
  • પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો. https://mera.pmjay.gov.in/search/login

વડીલો માટે ભાજપના મેનીફેસ્ટોમાં કરાઈ જાહેરાતઃ
હાલમાં જ પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. આ લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં ભાજપે એવું જણાવ્યું છેકે, અમે સરકારમાં આવીશું તો દેશના દરેક વડીલોને એટલેકે, 70 વર્ષથી વધુ વયના દરેક વૃદ્ધોને આયુષ્માન કાર્ડ દ્વારા મળવા પાત્ર આરોગ્ય સેવાનો લાભ મળશે. એટલેકે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. અત્યાર સુધી આ સારવારમાં ગરીબ અને મધ્યવર્ગના લોકોને જ આપવામાં આવતી હતી. જેમાં આવકનો દાખલો અનિવાર્ય છે. પણ જો ભાજપ ફરી સત્તામાં આવશે તો 70 વર્ષથી વધુની ઉંમરના તમામ વડીલોને 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news