પેટ્રોલ-ડીઝલને સસ્તુ કરવા માટે GST થયો નક્કી, તારીખની જાહેરાત બાકી: સુશીલ મોદી
તેલની ઉંચી કિંમતો વચ્ચે બિહારના ઉપમુખ્યમંત્રી અને જીએસટી પર મંત્રીસમૂહના ચેરપર્સન સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે પેટ્રો ઉત્પાદનો પર જીએસટીના દર નક્કી કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: તેલની ઉંચી કિંમતો વચ્ચે બિહારના ઉપમુખ્યમંત્રી અને જીએસટી પર મંત્રીસમૂહના ચેરપર્સન સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે પેટ્રો ઉત્પાદનો પર જીએસટીના દર નક્કી કરવામાં આવ્યા છે. માત્ર, જીએસટીના દર લાગુ કરવાની તારીખની જાહેરાત કરવાની બાકી છે. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠક 28 સપ્ટેમ્બરે થશે પરંતુ આ બેઠકમાં પેટ્રોલને જીએસટીમાં લાવવા પર કોઇ ચર્ચા કરવામાં આવશે નહીં. આ સરકારને નક્કી કરવાનું છે કે તેઓ ક્યારે પેટ્રોલ-ડીઝલ પર જીએસટી દર લાગુ કરે છે.
પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની વાત માત્ર ભ્રમ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર મોદીએ કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર સરકારનો ફોકસ અત્યારે રાજસ્વ વધારવા પર છે. પેટ્રોલ-ડીઝલ પર જીએસટી લાગુ કરવાની તારીખ પછી નક્કી કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, લોકોને ભ્રમ છે કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવવાથી સસ્તા થશે. પરંતુ એવું કઇ થવા જઇ રહ્યું નથી. કેમકે પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવ્યા પછી પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર શું ટેક્સ લગાવશે, તે નક્કી નથી. હાલની ટેક્સ વ્યવસ્થામાં જીએસટી સાથે અન્ય ટેક્સ લગાવવામાં આવી રહ્યાં છે. આવું વૈશ્વિક સ્તર પર થઇ રહ્યું છે. તમામ દેશ જીએસટીની સાથે અન્ય ટેકસ પણ લગાવી રહ્યા છે. અત્યારે રાજ્ય અને કેન્દ્ર મળીને પેટ્રોલ-ડીઝલ પર 50 ટકા ટેક્સ લગાવે છે.
નાના વેપારીઓ માટે અલગથી સોફ્ટવેર આવશે
મોદીના મંત્રીસમૂહની 10મી બેઠક પછી જણાવ્યું હતું કે 18 કંપનીઓના નાના વેપારીઓ માટે એકીકૃત એકાઉન્ટિંગ સોફ્ટવેરનો વિકાસ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર દ્વારા નાના વેપારીઓ જીએસટી રિટર્ન સરળતાથી ભરી શકશે. કાઉન્સિલે ઇ-કોમર્સ કંપનિઓને હવે જીએસટી અંતર્ગત આપૂર્તિકતાઓને કરવામાં આવેલા કોઇપણ ચૂકવણી પર 1 ટકા ટીસીએસ લેવવાની જરૂર થશે. રાજ્ય પણ સ્ટેટ જીએસટી (એસજીએસટી) કાયદાના અંતર્ગત એક ટકા ટીસીએસ લાગી શકે છે.
આ પણ વાંચો : 100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂ.નું CashBack, માત્ર કરવું પડશે આ કામ
રિટર્ન ભરવાની પ્રકિયા થશે સરળ
જીએસટી કાઉન્સિલ રિર્ટનનું ફાઇલિંગ સરળ કરવા માટે નવું ફોર્મ લોન્ચ કરશે. મોદીએ જણાવ્યું કે સોફ્ટવેર વેંડર અફોસિસને નવું ફાર્મ ડિઝાઇન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ ઘણા સમય પહેલા કરવામાં આવ્યો હતો. ફાર્મ 4થી 6 મહિનામાં બનીને આવી જશે. આ નેટવર્ક દ્વારા અપ્રત્યક્ષ ટેક્સ આપનાર વેપારીઓને સરળતા હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે