આ સરકારી કચેરીમાં ફરજીયાત હેલમેટ પહેરીને કરવું પડે છે, કારણ છે ચોંકાવનારૂ
રસ્તા પર હેલમેટ પહેરીને વાહન ચલાવતા લોકો તો તમે ઘણી વખત જોયા હશે, પરંતુ યૂપીના બાંદામાં વિદ્યુત વિભાગના કર્મચારી ઓફીસમાં પણ હેલમેટ લગાવી કામ કરે છે
Trending Photos
અમદાવાદ : રસ્તા પર હેલમેટ પહેરીને વાહન ચલાવતા લોકો તો તમે ઘણી વખત જોયા હશે, પરંતુ યૂપીના બાંદામાં વિદ્યુત વિભાગના કર્મચારી ઓફીસમાં પણ હેલમેટ લગાવી કામ કરે છે, કારણ છે કે ઓફીસ જર્જર હાલતમાં છે. જેના કારણે કોઇ ઘટનાની આશંકાથી અહીં કર્મચારીઓ હેલમેટ લગાવીને પોતાનું કામ પુર્ણ કરતા હોય છે. આ કર્મચારી બાંદા વિદ્યુત વિભાગનાં મીટર લૈબમાં કામ કરે છે અહીં આશરે 12 કર્મચારીઓ કામ કરે છે, જે ઓફીસમાં હંમેશા હેલમેટ લગાવીને બેસતા હોય છે.
બાંદા જિલ્લાની પીલી કોઠી મોહલ્લામાં આવેલ વિદ્યુગ વિભાગની મીટર લેબ છે, જ્યાં આ કર્મચારીઓ હેલમેટ લગાવીને કાર્ય કરતા રહે છે, જેનું કારણ છે ઓફીસની જર્જર સ્થિતી કાર્યાલયમાં લગભગ એક ડઝન કર્મચારીઓ ફરજ બજાવે છે. કર્મચારીઓનું કહેવું છે કે ઓફીસની સ્થિતી એટલી જર્જર થઇ ચુકી છે કે ક્યારે પણ ઉપર લાગેલી એંગલ તુટીને પડી શકે છે. એક દિવસ ગ્રાહક પર પણ પડી ચુક્યું છે. ત્યાર બાદ તેમણે અધિકારીઓને માહિતી આપી પરંતુ અત્યાર સુધી અધિકારીઓએ કોઇ કાર્યવાહી નથી કરી. આ સ્થિતી છેલ્લા 2 વર્ષથી છે.
વડોદરા : પોલીસનો પગાર સરકારને પોસાતો નથી એટલે અમારો તોડ કરે છે, કહી શખ્સ રોડ પર સુઇ ગયા
આ સમસ્યાની તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી ચુકી છે. વિભાગનાં એમડી સહિત તમામ અધિકારીઓ નિરીક્ષણ પણ કરી ચુક્યા છે, પરંતુ તમામ ચુપ્પ છે. પોતાનો જીવ બચાવવા માટે તેમને મજબુરન હેલમેટ લગાવીને બેસવું પડે છે. આ મુદ્દે વિદ્યુત વિભાગના મુખ્ય વહીવટી અધિકારીને પુછવામાં આવતા તેમણે હેલમેટ મુદ્દે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે બાંહેધરી આપતા કહ્યું કે, તમારા થકી મારા ધ્યાને આ વાત આવી છે હું ઝડપથી કાર્યવાહી કરતા સમારકામ થાય તેવા પગલા ભરીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે