Video: જન્મદિવસની ઉજવણીમાં યુવતી ભાન ભૂલી, બંદૂક કાઢી હવામાં ફાયરિંગ કરી ડાન્સ કર્યો, હવે આવી બન્યું
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કથિત રીતે જન્મદિવસની પાર્ટી દરમિયાન યુવતી દ્વારા ફાયરિંગ કરવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર પોલીસે જન્મદિવસના જશ્ન દરમિયાન બંદૂકથી ફાયરિંગ કરવાનો કેસ દાખલ કર્યો છે. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ પગલું ભર્યું. પોલીસે જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છ અને મામલામાં સામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે.
જન્મદિવસ પર યુવતીએ કર્યું ફાયરિંગ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કથિત રીતે જન્મદિવસની પાર્ટી દરમિયાન યુવતી દ્વારા ફાયરિંગ કરવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં તેજ મ્યુઝિક વાગી રહ્યું છે. ડાન્સ કરતા કરતા યુવતીએ બંદૂક ઉપર ઉઠાવી અને ફાયરિંગ કર્યું. એટલું જ નહીં ફાયરિંગ કર્યા બાદ ડાન્સ પણ કરતી જોવા મળી. વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાની સાથે એક પુરુષ પણ સામેલ છે. જો કે તે સંપૂર્ણ રીતે દેખાતો નથી.
*नगर कोतवाली क्षेत्र के राम लीला टिल्ला निवासी युवक आकाश डाहरिया व उसकी बहन का फaयरिंग का वीडियो हो रहा वायरल।*@muzafarnagarpol @Uppolice @dgpup @WasimAkramTyagi @zoo_bear @sakshijoshii @Samriddhi0809 @IsmatAraa pic.twitter.com/lcUHzHF3BZ
— I stand with innocent always, (@MKandhalvi) December 23, 2021
ટ્વિટર પર વ્યક્તિએ કરી ફરિયાદ
આ ઘટનાનો વીડિયો શેર કરતા @MKandhalvi નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે નગર કોટવાલી ક્ષેત્રના રામલીલા ટિલ્લા નિવાસી યુવક આકાશ ડાહરિયા અને તની બહેનનો ફાયરિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર યૂઝરે આ વીડિયોમાં મુઝફ્ફરનગર પોલીસ, યુપી પોલીસ અને યુપી ડીજીપીને પણ ટેગ કર્યા.
सम्बन्धित प्रकरण में थाना कोतवाली नगर पर सुसंगत धाराओँ में अभियोग दर्ज है, अग्रिम विधिक कार्यवाही प्रचलित है।
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) December 23, 2021
મુઝફ્ફરનગર પોલીસે ટ્વિટર પર જ આપ્યો જવાબ
વ્યક્તિની ફરિયાદ પર મુઝફ્ફરનગર પોલીસે ટ્વિટર પર જ જવાબ આપ્યો અને જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં લગ્ન અને બર્થડે પાર્ટીના જશ્નમાં ફાયરિંગની ઘટનાઓ ઘટતી રહે છે અને આ કારણે અનેક લોકોના મોત પણ થાય છે. હાલમાં જ ગાઝિયાબાદમાં એક બર્થડે પાર્ટીમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને 32 બોરની રિવોલ્વર જપ્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે