રાજૌરીમાં આતંકીઓ સાથે ભીષણ અથડામણ, સેનાના મેજર સહિત 4 જવાન શહીદ

પોલીસે જણાવ્યું કે મૃતક અધિકારી 63 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા. પોલીસે જણાવ્યું કે અથડામણ બુધવારે સવારથી ચાલી રહી છે, જેમાં પાંચ કે છ ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓ ગાઢ જંગલમાં છુપાયા છે. 

રાજૌરીમાં આતંકીઓ સાથે ભીષણ અથડામણ, સેનાના મેજર સહિત 4 જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારો આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં સેના કેપ્ટન સ્તરના બે અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સિવાય એક ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા અને ભીષણ અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આતંકીઓને ઠાર કરવા માટે વધુ જવાનોને મોકલવામાં આવ્યા છે. 16 કોર કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ્સના રોમિયો ફોર્સ કમાન્ડર ઓપરેશન પર નજર રાખી રહ્યાં છે. 

પોલીસે જણાવ્યું કે ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી તથા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સક્રિય આતંકીઓની જાણકારી મેળવવા માટે રવિવારથી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ગ્રામીણે જણાવ્યું- અભિયાનને કારણે અમને ઘર પર રહેવા અને બહાર ન નિકળવાનું કહેવામાં આવ્યું હતું. અમારા બાળકો ઘરમાં છે અને સ્કૂલે જઈ શક્યા નહીં. તેમણે કહ્યું કે ગામની નજીક જંગલમાં અથડામણ ચાલી રહી છે. 

Four Army personnel including two officers and two jawans have lost their lives in an ongoing encounter with terrorists… pic.twitter.com/pHRKshYtqz

— ANI (@ANI) November 22, 2023

અધિકારીઓ કહ્યું કે બાજીમાલમાં અથડામણ સ્થળ પર ઘેરવામાં આવેલા બંને આતંકીઓ વિદેશી નાગરિક હોઈ શકે છે અને રવિવારથી આ વિસ્તારમાં ફરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે આતંકીઓએ એક ઉપાસના સ્થળ પર પણ શરણ લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં પીર પંજાલનું જંગલ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી અથડામણો બાદ સુરક્ષા દળો માટે એક પડકાર સાબિત થયું છે. 

આતંકીઓ ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવી પોતાની સ્થિતિને છુપાવવા માટે ગાઢ જંગલોનો ઉપયોગ કરે છે. આતંકવાજીઓ પોતાની પોઝીશન છુપાવવા માટે દુર્ગમ પહાડો, ગાઢ જંગલો અને અલ્પાઇન જંગલોનો ફાયદો ઉઠાવે છે. 

એક પોલીસ અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ જંગલોની અંદર પડ્યા છે અને આતંકીઓ તરફથી ચાલી રહેલી ગોળીબારીને કારણે તેને કાઢી શકાયા નહીં. પાછલા સપ્તાહે રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો. આ પહેલા શુક્રવારે રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત અભિયાનમાં એક આતંકી ઠાર થયો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news