ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન, પીએમ મોદી-અમિત શાહે વ્યક્ત કર્યુ દુખ
ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૃદુલા સિન્હા (77)નું બુધવારે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૃદુલા સિન્હા (77)નું બુધવારે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મૃદુલા સિન્હા જીને જનતાની સેવા માટે તેમના પ્રયાસોને કારણે યાદ કરવામાં આવશે. તેઓ એક કુશલ લેખિકા પણ હતા, જેમણે સાહિત્યની સાથે-સાથે સંસ્કૃતિની દુનિયામાં વ્યાપાક યોગદાન આપ્યું. તેમના નિધનથી દુખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
Smt. Mridula Sinha Ji will be remembered for her efforts towards public service. She was also a proficient writer, making extensive contributions to the world of literature as well as culture. Anguished by her demise. Condolences to her family and admirers. Om Shanti. pic.twitter.com/EmYWcFEb5g
— Narendra Modi (@narendramodi) November 18, 2020
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી લખ્યુ કે, ગોવાના પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ નેતા મૃદુલા સિન્હાજીના નિધન ખુબ દુખદ છે. તેમણે પોતાના જીવન દરમિયાન રાષ્ટ્ર, સમાજ અને સંગઠન માટે કામ કર્યું. તેઓ એક નિપુણ લેખિકા પણ હતા. તેમને તેમના લેખન માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ.
गोवा की पूर्व राज्यपाल व वरिष्ठ भाजपा नेता मृदुला सिन्हा जी का निधन बहुत दुःखद है। उन्होंने जीवन पर्यन्त राष्ट्र, समाज और संगठन के लिए काम किया। वह एक निपुण लेखिका भी थी, जिन्हें उनके लेखन के लिए भी सदैव याद किया जाएगा। उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ। ॐ शान्ति
— Amit Shah (@AmitShah) November 18, 2020
જીવન પરિચય
1942મા મૃદુલા સિન્હાનો જન્મ બિહારના છાપરા જિલ્લાના કાંટી પ્રખંડ નિવાસી રામ છબિલા સિંહ અને અનૂપા દેવીના ઘરે થયો હતો. તેમણે શરૂઆતી શિક્ષણ લખીસરાય બાલિકા વિદ્યાપીઠ તથા બીએની ડિગ્રી એમડીડીએમ કોલેજથી હાસિલ કરી હતી. ત્યારબાદ બિહાર વિશ્વવિદ્યાલયમાંથી પીજીની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ એસકેએસ મહિલા કોલેજ મોતિહારીમાં પ્રોફેસર બન્યા હતા. 1959મા તેમના લગ્ન રામકૃપાલ સિંહ સાથે થયા હતા. પતિ-પત્ની બંન્ને સ્થાપના કાળથી જનસંઘ સાથે જોડાયેલા હતા, પરંતુ મૃદુલા સિન્હાના રાજકીય જીવનની શરૂઆત 1977મા થઈ. 77મા કેન્દ્રમાં જ્યારે પ્રથમવાર બિન કોંગ્રેસી સરકાર બની તો મોરારજી દેસાઈની સરકારમાંપતિ રામકૃપાલ સિંહને શ્રમરાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ બધા બિહારથી દિલ્હી આવી ગયા હતા.
ભારત-ચીન તણાવઃ LAC પર ઠંડીનો સામનો કરવા ભારતીય સેનાએ કરી ખાસ તૈયારી
1980મા ભાજપની રચના બાદ જ્યારે મહિલા મોર્ચાની સ્થાપના થઈ તો તેમને સહ સંયોજક બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ બે વખત ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. લેખન અને સાહિત્યિક ક્ષેત્રમાં પણ મૃદુલા સિન્હાની અલગ ઓળખ હતી. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. બાદમાં મોદી સરકારે તેમને ગોવાના રાજ્યપાલ બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે