ITR ફાઇલ કરતા સમયે આ 5 ભુલ પડી શકે છે મોંઘી, ઇન્કમ ટેક્સ ફટકારી શકે છે નોટિસ
નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચુકી છે, જો કે આ વર્ષે આઇટીઆર ભરતા સમયે કેટલીક વધારે ચોક્કસાઇ જાળવવી ખુબ જ જરૂરી છે
Trending Photos
નવી દિલ્હી : નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચુકી છે. આ વર્ષે નોકરી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2018-19નું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાનું છે. તેના માટે હાલમાં જ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોર્મ પણ ઇશ્યું કરી દીધા છે. આઇટીઆર ફાઇલ કરતા સમયે તમારે કેટલીક ભુલોથી બચવું પડશે. આજ અમે તમને આ રિપોર્ટમાં એવી જ કેટલીક સામાન્ય ભુલ અંગે જણાવવા જઇ રહ્યા છીએ.
ITR ભરતા સમયે આટલી ચોક્કસાઇ રાખવી જરૂરી
1. જો તમે આવકવેરા વિભાગનાં રિટર્ન ફાઇલ કરવા જઇ રહ્યા છો તો તમારી ઇનકમનો કોઇ પણ પણ સ્ત્રોત છુપાવે નહી. ફોર્મમાં ઇનકમ અંગે યોગ્ય માહિતી આપે. સેવિંગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝીટ અને અન્ય રોકાણથી થનારી આવક અંગે પણ માહિતી આપો. જો તમે આવું નહી કર્યું તો આગામી દિવસોમાં તમારી મુશ્કેલીઓ વધી શકે છે. જો તમે કોઇ પણ માહિતી છુપાવી તો તેને ટેક્સ ચોરી સમજવામાં આવશે.
2. ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે પોતાની વ્યક્તિગત્ત માહિતી પણ યોગ્ય રીતે આપે. તમે તે સુનિશ્ચિત કરો કે તમારો મોબાઇલ નંબર, ઇમેઇલ, બેંકની માહિતી, એડ્રેસ, પેન નંબર વગેરેનો ઉલ્લેખ યોગ્ય રીતે થયેલો હોય. જો તમે એવું નહી કરો તો આવકવેરા વિભાગ તરપતી તમને નોટિસ પણ આવી શકે છે.
ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા
3. આઇટીઆર ભરવા માટે તમારે યોગ્ય ફોર્મની પસંદગી કરવું પડશે. આવકનો સ્ત્રો અને અન્ય માહિતી અનુસાર અલગ અલગ ફોર્મ આવે છે. આવકના સ્ત્રોત અને અન્ય માહિતી અનુસાર અલગ- અલગ ફોર્મ આવે છે. ઉદાહરણ તરીરે નોકરીયાત લોકોને ફોર્મ -1 ફાઇલ કરવાનું હોય છે. આઇટીઆર-2 તે લોકો ભરે છે જેમની આવક 50 લાખ કરતા વધારે હોય. તેમાં બિઝનેસ અને પ્રોફેશનલ પાસેથી થનારી આવકનો સમાવેશ નથી કરવામાં આવે. જેમ હાઉસ પ્રોપર્ટી અને અન્ય સ્ત્રોતથી થનારી આવક તેમાં આવે છે. બીજી તરફ આઇટીઆર-3 તે લોકો અને એચયુએફ (હિંદૂ અવિભાજીત પરિવાર) દ્વારા ભરવામાં આવે છે જેમની આવક સેલેરી, બિઝનેસ, હાઉસ પ્રોપર્ટી અને અન્ય સ્ત્રોથી થનારી આવકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4. આઇટીઆર દાખલ કરતા સમયે પોતાની સેલેરી અથવા આવક અંગે ખોટી માહિતી આપવી જોઇએ. ગણીવાર જોવા મળે છે કે આઇટીઆર દાખલ કરતા સમયે લોકો અલગ અલગ બચત ખાતાઓ અને નિશ્ચિત જમા રકમ થકી મળનારા વ્યાજની માહિતી નથી આપતા. જો તમે પણ આવી ભુલ કરી તો તમને ભારે પડી શકે છે. તે સુનિશ્ચિત કરવું જોઇએ. તમારી આવકની માહિતી ઓછી કરીને ન દેખાડો.
ચૂંટણી રેલીને સંબોધિત કરતા કરતા અચાનક ઢળી પડ્યાં ભાજપના ઉમેદવાર
5. સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો લાપરવાહીના કારણે સમયે આઇટીઆર ફાઇલ નથી કરતા. જો તમારી પાસે એવું કરવામાં આવ્યું તો તમને સમસ્યા થઇ શકે છે. ડેડલાઇન બાદ આઇટીઆર ફાઇલ કરતા સમયે દંડ પણ ચુકવવો પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે