ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો
Trending Photos
શ્રીનગર : અબ્દુલ્લા અને મુફતી પરિવાર પર દેશને તોડવાનો પ્રયાસ કરવાનાં વડાપ્રધાન મોદીનાં આરોપનાં એક દિવસ બાદ નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ સોમવારે વળતો હૂમલો કરતા કહ્યું કે, જો તેમનો પરિવાર ભારતને તોડવા માંગે છે તો કોઇ હિન્દુસ્તાન હોત જ નહી. કઠુઆ જિલ્લામાં રવિવારે જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન અબ્દુલ્લા અને મુફ્તી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમમે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરની ત્રણ પેઢીઓને બે પરિવારે બરબાદ કરી દીધી. જેના જવાબમાં અબ્દુલ્લાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી દેશને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ નહી થાય.
અમારી પાર્ટી કરી રહી છે તમામ લોકોની ભલાણ માટે કામ
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમારી પાર્ટી તમામ લોકોનાં કલ્યાણ માટે લડે છે પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય, શીખ, ક્રિશ્ચિયન કે બૌદ્ધ હોય. અમે લડતા રહીશું. વડાપ્રધાન મોદીએ સંપુર્ણ શક્તિ લગાવી દેતો ભારતને નહી તોડી શકીએ. હું તમને આજ અહીંથી જણાવવા માંગુ છું કે તમે તોડવાનાં પ્રયાસો કરીશું, પરંતુ ભારત તુટશે નહી. તમે અબ્દુલ્લા પરિવાર પર ભારતને વિભાજીત કરવાનાં પ્રયાસોનો આરોપ લગાવે છે. જો અમે ભારતને તોડવા માંગીએ તો આજે ભારત ન હોત.
મુશ્કેલ સમયમાં અમે ચૂંટણી લડીયા છીએ.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે મોદીને યાદ રાખવા જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નથી લડવા માંગતા તો તેમને જ દેશનો ઝંડો ઉઠાવવાનો હતો. તેમણે કહ્યું કે, મોદીને યાદ કરાવવા જોઇએ કે 1996માં જ્યારે કોઇ ચૂંટણી માટે તૈયાર નહોતા, તો હું હતો જે આગળ વધ્યું તો જ્યારે મારા સહયોગીએ કહ્યું કે, આપણે ચૂંટણી ન લડવી જોઇએ. જો કે હું ઇચ્છતો હતો કે જનતા કઠણાઇમાંથી ઉબરે, મે તે જ બીડુ ઉઠાવ્યું અને મુશ્કેલ સમયમાં આગળ આવ્યા. તમને (મોદી)આ વાત ન ભુલવી જોઇએ. ત્યારે અહીં કોઇ જ નહોતું. જો કે હવે તમે ગમે ત્યારે બુમતો પાડતા રહો છો.
ભાજપ નહી જીતી શકે કાશ્મીરીઓનું હૃદય
કેન્દ્ર દ્વારા મજબુત રાજદ્રોહ કાયદો બનાવવા સંબંધિત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનાં નિવેદનનો ઉલ્લેખ કરતા અબ્દુલ્લાએ કહ્યું કે, તમે શું કરો છો, અમે દેખાઇશું. જો કે મોદી અને ભાજપ કાશ્મીરીઓનું હૃદય નહી જીતી શકે. તેમે કહો છો કે અમે વપાદાર નથી, જો અમે વફાદાર નથી તો તમે પણ દિલદાર નથી. તમે અમને અતુટ અંગ ગણાવો છો પરંતુ અમે કઇ રીતે તમારુ અતુટ અંગ છીએ ? આ ખોટુ છે. જો અમે અતુટ અંગ છીએ તો અમારી સાથે ન્યાય કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે