ખેડૂતોએ જેનો Jio ના મોબાઈલ ટાવર્સ સમજીને ખુડદો બોલાવ્યો, તેના વિશે હવે થયો ચોંકાવનારો ખુલાસો
છેલ્લા કેટલાક દિવસોમાં રિલાયન્સ જિયોના 1500થી વધુ ટાવર પંજાબ અને હરિયાણામાં તોડવામાં આવી ચૂક્યા છે. જેનાથી જિયોની સંચાર સેવાઓને અસર થઈ. પંજાબના સીએમ અમરિન્દર સિંહે ટાવર્સમાં તોડફોડ અંગે ચેતવણી પણ આપી કે આવું ન કરવામાં આવે.
Trending Photos
નવી દિલ્હી: આંદોલન (Farmers Protest) વચ્ચે ખેડૂતો (Farmers) નો ગુસ્સો હવે મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કંપની રિલાયન્સ જિયો ઉપર પણ નીકળી રહ્યો છે. પંજાબ (Punjab) અને હરિયાણા (Hariyana) માં ખેડૂતોએ 1500થી વધુ મોબાઈલ ટાવર્સમાં તોડફોડ કરી. વીજળી કનેક્શન કાપી નાખ્યા. હવે એક ચોંકાવનારું તથ્ય સામે આવી રહ્યું છે કે ખેડૂતોએ જે ટાવર્સને જિયોના ટાવર સમજીને તોડ્યા તે તો પહેલેથી વેચાઈ ગયા છે. જિયો પોતાના આ ટાવર્સને પહેલેથી એક કેનેડિયન કંપનીને વેચી ચૂકી છે. આ ડીલ 2020માં થઈ હતી. જો કે જિયો આ ટાવર્સનો ઉપયોગ કરવા માટે તે કંપનીને ભાડું ચૂકવે છે.
ખેડૂતોનું અંબાણી પરિવારની કંપની પર આ પહેલીવાર નિશાન નથી. આ અગાઉ પણ ખેડૂત આંદોલન દરમિયાન જિયો સિમ પોર્ટ કરવાના મોટા મામલા સામે આવ્યા હતા. જેને લઈને જિયોએ ટ્રાઈમાં વોડાફોન-આઈડિયા અને એરટેલની ફરિયાદ પણ કરી હતી. જો કે ટાવર તોડવા મુદ્દે હજુ સુધી રિયાયન્સ જિયોની કોઈ અધિકૃત પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પંજાબ અને હરિયાણા સરકાર પાસે ટાવર્સની સુરક્ષાની માગણી કરી છે.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોમાં રિલાયન્સ જિયોના 1500થી વધુ ટાવર પંજાબ અને હરિયાણામાં તોડવામાં આવી ચૂક્યા છે. જેનાથી જિયોની સંચાર સેવાઓને અસર થઈ. પંજાબના સીએમ અમરિન્દર સિંહે ટાવર્સમાં તોડફોડ અંગે ચેતવણી પણ આપી કે આવું ન કરવામાં આવે.
બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ જિયોના આ ટાવર કેનેડાની કંપની બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ એલપીએ ખરીદ્યા છે. આ ટાવર 25,215 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. જિયોના દેશભરમાં 1 લાખ 35 હજારથી વધુ ટાવર હતા. આ ટાવર પહેલા જિયો દ્વારા જ સંચાલિત થતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે