Shringar Gauri Puja: જ્ઞાનવાપી વિવાદ વચ્ચે વારાણસીથી સામે આવ્યો માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો એક્સક્લુઝિવ VIDEO
Shringar Gauri Puja exclusive video: અત્યારે આ સ્થળે વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરવાની છૂટ છે. એવું કહેવાય છે કે અહીં માતા સ્વયંભૂ છે. તેથી જ માતાના ભક્તો સતત અહીં પૂજા કરવાની માંગણી કરતા રહે છે.
Trending Photos
Gyanvapi Shringar Gauri Mandir Video: વારાણસીનો જ્ઞાનવાપી કેસ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જ્યાં લોકો બાબા વિશ્વનાથ ધામ પાસે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આ જ પરિસરમાંથી શ્રૃંગાર ગૌરી પૂજાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો થોડા સમય પહેલાનો છે જેમાં પૂજારી પૂજા પહેલા સફાઈ કરતા જોવા મળે છે.
હિન્દુ પક્ષની માંગ
તમને જણાવી દઈએ કે આ એ જ જગ્યા છે જ્યાં દેશના અન્ય મંદિરોની જેમ દરરોજ પૂજા અને આરતીની માંગ કરવામાં આવે છે. જે મહિલાઓએ કોર્ટમાં જ્ઞાનવાપીની અંદર પુજા અર્ચના કરવા માટે અરજી કરી છે, તેઓએ પણ આ સમગ્ર મામલો દેશના હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મામલો હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ આ મામલાનો પડઘો દેશની સર્વોચ્ચ અદાલતમાં સંભળાયો હતો. દરમિયાન અમે તમને માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો એક્સક્લૂસિવ વીડિયો બતાવીએ છીએ. આવી સ્થિતિમાં તમે કરો મા શ્રૃંગાર ગૌરીના દિવ્ય દર્શન.
ज्ञानवापी: मां श्रृंगार गौरी का नया वीडियो सामने आया #Gyanvapi @Chandans_live
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwBf2S pic.twitter.com/o5S0MIqXAn
— Zee News (@ZeeNews) May 21, 2022
વર્ષ દરમિયાન પૂજાની માંગ
અત્યારે આ સ્થળે વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરવાની છૂટ છે. એવું કહેવાય છે કે અહીં માતા સ્વયંભૂ છે. તેથી જ માતાના ભક્તો સતત અહીં પૂજા કરવાની માંગણી કરતા રહે છે. આ સમગ્ર વિસ્તારને લઈને હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષ પોતપોતાના દાવા કરી રહ્યા છે. કોર્ટના આદેશથી જ્ઞાનવાપીમાં વીડિયોગ્રાફી અને સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન મસ્જિદના વુઝુખાનામાંથી બાબા (શિવલિંગ) મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે