હરિયાણાના રોહતકમાં પરોઢિયે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ
કોરોના વાયરસ (Corona Virus) થી પરેશાનવ દેશમાં હવે સતત આવી રહેલા ભૂકંપ (Earthquake) ના આંચકાથી મુશ્કેલીઓ વધી છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. દિલ્હી-એનસીઆર બાદ હવે હરિયાણા (Hariyana) જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.3 માપવામાં આવી.
Trending Photos
ચંડીગઢ: કોરોના વાયરસ (Corona Virus) થી પરેશાનવ દેશમાં હવે સતત આવી રહેલા ભૂકંપ (Earthquake) ના આંચકાથી મુશ્કેલીઓ વધી છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. દિલ્હી-એનસીઆર બાદ હવે હરિયાણા (Hariyana) જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.3 માપવામાં આવી.
મળતી માહિતી મુજબ હરિયાણાના રોહતક અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. ભૂકંપના આ આંચકા આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ મહેસૂસ થયાં. ત્યારબાદ થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
જુઓ LIVE TV
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર રોહતક જિલ્લાથી 15 કિમી દૂર હતું. અત્રે જણાવવાીનું કે આ અગાઉ ગુરુવારે પણ મિઝોરમ રાજ્યના અનેક ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0ની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે