હાઈપરસોનિક એરવ્હીકલઃ ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ, DRDOની મોટી સફળતા
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી મિસાઈલ પ્રોગ્રામ અંતર્ગત નવી ઊંચાઈ પ્રાપ્ત કરતાં બુધવારે હાઈપરસોનિક ઝડપ પ્રાપ્ત કરવાનો ટેસ્ટ લોન્ચ કર્યો છે. આ હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle)થી ભવિષ્યમાં હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવવામાં અને ઓછા ખર્ચે સેટેલાઈટ લોન્ચિંગ કરવામાં ભારતને લાભ થશે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા આ વ્હીકલનો પ્રથમ ટેસ્ટ કરાયો હતો. ઓડીશાના સમુગ્ર કિનારે આવેલા ડો. અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી આ હાઈપરસોનિક એરવ્હીકલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું.
છેલ્લા બે દાયકાથી DRDO હાઈપરસોનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ ટેક્નોલોજીમાં સ્ક્રેમજેટ (SCRAMJET) એન્જિનનો ઉપયોગ થાય છે, જેની મદધથી 6Macની ઝડપ મેળવી શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 1 ટન વજન ધરાવતા અને 18 ફૂટ લાંબા આ એરવ્હીકલને અગ્ની-1 મિસાઈલની મદદથી લોન્ચ કરાયું હતું.
અગ્નિ-1 મિસાઈલની મદદથી આ હાઈપરસોનિક વ્હિકલને એક ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચાડવાનું હોય છે. ત્યાર બાદ તેમાં રહેલું સ્ક્રેમજેટ એન્જિન આપમેળે ચાલુ થાય છે અને તે વ્હીકલને 6Macની ઝડપ પૂરી પાડે છે.
રશિયા, અમેરિકા અને ચીન પછી આ પ્રકારની ટેક્નોલોજીનો વિકાસ કરનારો ભારત વિશ્વના ચોથો દેશ બની ગયો છે. 9 જાન્યુઆરી, 2014ના રોજ અમેરિકાના જાસુસી ઉપગ્રહોએ ચીનના કોઈ ફ્લાઈંગ ઓબ્જેક્ટને 5Mac થી 10Mac ઝડપે 100 કિમીની ઉંપર ઉડતા જોયો હતો. ત્યાર પછી ચીને સ્વીકાર્યું હતું કે આ તેનું WU-14 HSTDV હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતે રશિયાના સહયોગથી સુપરોસનિક એટલે કે અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડતી બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં અને તેના ઉપયોગમાં સફળતા મેળવેલી છે. તેની ઝડપ 2.8Mac હોય છે. હવે ભારત બ્રહ્મોસ માર્ક-2ના નિર્માણની તૈયારી કરી રહ્યું છે, જેની ઝડપ 7Mac હોઈ શકે છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે