દેશનું એક એવું ગામડું...જ્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે! કારણ જાણીને ચોંકી જશો
આજે અમે તમને દેશના એક એવા ગામ વિશે જણાવીશું કે જેના વિશે તમે કદાચ અગાઉ સાંભળ્યું નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક એવું ગામ છે જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.
Trending Photos
ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ પોતાની સુંદરતા અને ખડકાળ પહાડોના કારણે જાણીતો છે. પરંતુ આજે અમે તમને લદાખ વિશે એક એવી વાત જણાવીશું કે જેના વિશે તમે કદાચ અગાઉ સાંભળ્યું નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ લદાખમાં એક એવું ગામ છે જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.
લદાખ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. જ્યાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આમ તો ભારતના તમામ રાજ્યો વિદેશીઓને આકર્ષતા હોય છે પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે આખરે લદાખના આ ગામમાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે શું કામ આવે છે. લદાખમાં કારગિલથી 70 કિમી દૂર એક ગામ છે. આ ગામને આર્ય વેલી તરીકે ઓળખવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે અહીં વિદેશી ખાસ કરીને યુરોપીયન દેશોની મહિલાઓ ફક્ત એટલા માટે આવે છે જેથી કરીને ત્યાંના પુરુષો દ્વારા તે ગર્ભવતી થઈ શકે. સાંભળવામાં તમને થોડું વિચિત્ર લાગે પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સાચું છે.
શું છે કારણ
લદાખની આર્ય વેલીમાં બ્રોકપા જનજાતિના લોકો રહે છે. તેમના વિશે એવું કહેવાય છે કે આ લોકો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ( ગ્રેટ સિકંદર)ની સેનાના વંશજ છે. એટલું જ નહીં એક દાવો એવો પણ છે કે તેઓ દુનિયાના છેલ્લા બચેલા શુદ્ધ આર્ય છે. એવું કહેવાય છે કે સિકંદર જ્યારે ભારતમાંથી જઈ રહ્યો હતો ત્યારે તેની સેનાનો કેટલોક ભાગ ભારતમાં જ રહી ગયો અને તેમના વંશજ ભારતમાં આજે પણ છે.
કેમ આવે છે મહિલાઓ
વિદેશી મહિલાઓ સિકંદરની સેનાની જેમ જ સારા કદકાઠી, શારીરિક બનાવટ, મજબૂત શરીરવાળા સંતાનની ઈચ્છામાં અહીં આવે છે અને ગર્ભવતી બન્યા પછી અહીંથી જતી રહે છે. એવું પણ કહેવાય છે કે પહેલા આ સમુદાયના લોકોનો વધુ પડતો ક્રેઝ નહતો. પરંતુ ઈન્ટરનેટ પર પ્રચાર અને પ્રસાર બાદ વિદેશી મહિલાઓની સંખ્યા વધવા લાગી છે. વિદેશી મહિલાઓ શારીરિક સંબંધ બનાવવાની અવેજીમાં પુરુષોને પૈસા પણ આપે છે એવું કહેવાય છે.
જો કે બ્રોકપા દાવો કરે છે કે તેઓ જ આર્યના વંશજ છે પરંતુ તેનો કોઈ પુરાવો નથી. તેમની કોઈ તપાસ પણ નથી, પરંતુ તેમના કદકાઠી, શારીરિક બનાવટ અને કેટલીક કહાનીઓ, લોકકથાઓના આધારે તેઓ શુદ્ધ આર્ય હોવાનો દાવો કરે છે. બીજી બાજુ અનેક જાણકારોનું કહેવું છે કે પ્રેગનેન્સી ટુરિઝમ એક બસ ઊભી કરેલી કહાની છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે