દિલ્લીમાં પ્રદૂષણનો માર, હવામાં પ્રદૂષણે વધારી ચિંતા, છઠ્ઠ પૂજા પહેલાં યમુના બની પ્રદૂષિત
દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. રાજધાનીમાં 36 માંથી 13 પ્રદૂષણ મોનિટરિંગ કેન્દ્રો પર એર ઇન્ડેક્સ 300 થી વધુ પર પહોંચી ગયો છે. જેના કારણે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. સીપીસીબી અનુસાર, પવનની ઝડપ ઘટવાને કારણે રવિવારે પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્લીઃ દેશની રાજધાની નવી દિલ્લીમાં હવાની સાથે સાથે પાણીમાં પણ પ્રદૂષણ વધી ગયું છે... અમે વાત કરી રહ્યા છીએ યમુના નદીની... છઠ્ઠના તહેવાર પહેલાં નદીમાં એ હદે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે કે લોકોમાં ડર ફેલાયો છે... નદીમાં હાલમાં 5 ફૂટ સુધી ઉંચા ઝેરી ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે... ત્યારે કોણ યમુના નદીને કરી રહ્યું છે પ્રદૂષિત?... ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર પર શું આરોપ લગાવ્યો?... જોઈશું આ અહેવાલમાં...
આ સ્થિતિમાં કઈ રીતે જીવવું?... આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે જીવન જીવવા માટે આ બંને પાયાના તત્વો છે... તેના વિના જીવનની કલ્પના મુશ્કેલ છે... પરંતુ દેશની રાજધાની નવી દિલ્લીમાં કંઈક આવી જ પરિસ્થિતિ છે... જેણે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે...
આ દ્રશ્યો નવી દિલ્લીના અક્ષરધામ મંદિર વિસ્તારના છે... અહીંયા વહેલી સવારે અને સાંજે હવામાં ભારે પ્રદૂષણ જોવા મળે છે... ઝેરી હવાના કારણે મંદિરે દર્શન કરવા આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે... આવી સ્થિતિ માત્ર એક વિસ્તારની નથી પરંતુ આખા દિલ્લીની છે...
હજુ તો દિવાળીમાં ફટાકડાં ફોડ્યા વિના જ નવી દિલ્લીની આ હાલત છે... તો જરા વિચાર કરો.. જ્યારે ફટાકડાં ફૂટશે અને ઠંડી વધશે તો રાજધાનીમાં શું સ્થિતિ હશે?... હાલમાં રાજ્યના કયા વિસ્તારમાં કેટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ છે તેની વાત કરીએ તો...
આનંદ વિહારમાં 364 AQI...
મુંડકા વિસ્તારમાં 309 AQI...
જહાંગીરપુરીમાં 280 AQI...
બવાના વિસ્તારમાં 262 AQI...
શાદીપુર વિસ્તારમાં 261 AQI...
શાહદરા વિસ્તારમાં 255 AQI...
પટપડગંજ વિસ્તારમાં 252 AQI...
અશોક વિહાર વિસ્તારમાં 246 AQI નોંધાયો...
આ દ્રશ્યો નવી દિલ્લીના કાલિંદી કુંજ ઘાટના છે... અહીંયા યમુના નદીમાં ઝેરી ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે... છઠ્ઠ પૂજા પહેલાં જ લોકમાતા તરીકે ઓળખાતી નદીની આ સ્થિતિ જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
આ તરફ યમુના નદીમાં પ્રદૂષણ અને હવા પ્રદૂષણમાં વધારાના પગલે ફરી એકવાર રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે...
હરિયાણા અને પંજાબમાં હવે પરાળી સળગાવવાનું શરૂ થયું છે... જેની અસર દિલ્લીમાં વર્તાવાની શરૂ થઈ છે... ત્યારે દિવાળીના તહેવારોમાં રાજધાનીની શું હાલત હશે તે વિચાર જ ડરાવનારો છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે