દિલ્હીમાં મતદાન પહેલા મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા
દિલ્હીના રોહિણી વિસ્તારમાં પ્રીતિ અહલાવત નામની મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એસઆઈ પ્રીતિ પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં શુક્રવારે રાત્રે આશરે 9.30 કલાકે મહિલા સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની એક યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી છે. પ્રીતિ પૂર્વી દિલ્હીના પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી. રાતના સમયે તે પોતાની ડ્યૂટી પૂરી કર્યા બાદ મેટ્રોથી પૂર્વી રોહિણી મેટ્રો સ્ટેશન પર પહોંચી અને પછી પોતાના ઘરતરફ ચાલીને જઈ રહી હતી.
પ્રીતી માંડ 50 મીટર દૂર ગઈ હતી, ત્યારે પાછળથી એક યુવક આવ્યો અને તેણે આશરે પ્રીતિ પર ત્રણ રાઉન્ડ ગોળી ચલાવી દીધી હતી. પ્રીતિને બે ગોળી વાગી, જ્યારે એક ગોળી બાજીમાંથી પસાર થઈ રહેલી કારના કાચમાં વાગી હતી. પ્રીતિને એક ગોળી માથામાં વાગી હતી. ત્યારબાદ પ્રીતિ પડી ગઈ અને ઘટનાસ્થળે તેનું મોત થયું હતું.
ત્યારબાદ હુમલો કરનાર ભાગી ગયો હતો. ઘટના સ્થળ પરથી કોઈએ પોલીસને 112 પર કોલ કરીને જાણકારી આપી હતી. પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મૃત્યુ પામનાર મહિલા સબ-ઇન્સ્પેક્ટર છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવવામાં આવી હતી. ફોરેન્સિકની ટીમે ત્યાંથી પૂરાવાઓ એકત્રીત કર્યાં છે.
Delhi: A Sub-Inspector of Delhi Police - Preeti, posted in Patparganj Industrial Area Police Station, was found dead with multiple bullet injuries in Rohini area, earlier tonight. Forensic team and Police are present at the spot. pic.twitter.com/1tRejhCpjV
— ANI (@ANI) February 7, 2020
મતદાનના એક દિવસ પહેલા રાત્રે એસઆઈની હત્યા
જે જગ્યા પર પ્રીતિની હત્યા થઈ ત્યાંથી પ્રીતિનું ઘર નજીક છે. સોનીપતની રહેનારી પ્રીતિ ભાડાનું ઘર લઈને રોહિણીમાં રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કેટલાક સીસીટીવી પણ મળ્યા છે, જેમાં સ્પષ્ટ થયું કે આરોપી એકલો હતો અને ચાલીને આવતો હતો.
સીસીટીવી ફુટેજના આધાર પર પોલીસનું કહેવું છે કે તે ઝડપી આરોપીની ધરપકડ કરી લેશે. પોલીસની ટીમ તે કેસની પણ જાણકારી મેળવી રહી છે જેની તપાસ પ્રીતિની પાસે હતી.
Delhi Elections 2020: દિલ્હી પર કોણ કરશે કબજો? સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન
2018ની બેન્ચની પ્રીતિની હત્યા કેમ થઈ અને હત્યારો કોણ હતો? પોલીસ હજુ આ વિશે કોઈ માહિતી આપી રહી નથી, પરંતુ ચૂંટણી પહેલાની રાત્રે મહિલા પોલીસની હત્યાએ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ જરૂર ઉભા કર્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે