અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહ માટે PM મોદીને ખાસ આપ્યું આમંત્રણ

આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં જંગી બહુમતી સાથે સત્તામાં આવી છે. અરવિંદ કેજરીવાલ 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહ માટે PM મોદીને ખાસ આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં જંગી બહુમતી સાથે સત્તામાં આવી છે. અરવિંદ કેજરીવાલ 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યાં છે. અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચૂંટણીના પરિણામ જાહેર થયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકોમાંથી 62 બેઠક મળી હતી જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી. 

— ANI (@ANI) February 14, 2020

મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે 16 ફેબ્રુઆરીના રોજ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રિત કર્યા છે. જો કે હજુ એ માલુમ પડ્યું નથી કે પીએમ મોદી આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે કે નહીં. નોંધનીય છે કે પીએમ મોદી 16મી ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેશે. અહીં વારાણસીને લગભગ 1700 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેંટ આપશે. 

જુઓ LIVE TV

શપથગ્રહણ  સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં થશે. દિલ્હીમાં જનતાએ એકવાર ફરીથી કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. કેજરીવાલનો સતત મુખ્યમંત્રી તરીકે આ ત્રીજો કાર્યકાળ હશે. 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો મેળવી હતી. તે વખતે આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ સરકારનો શપથગ્રહણ સમારોહ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news