Arvind Kejriwal CBI: દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને CBI નું તેડું, 16 એપ્રિલે થશે પૂછપરછ

Delhi Liquor Scam: દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓ આકરું વલણ અપનાવી રહી છે. આ કડીમાં હવે સીબીઆઈએ 16 એપ્રિલના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે  બોલાવ્યા છે. 

Arvind Kejriwal CBI: દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને CBI નું તેડું, 16 એપ્રિલે થશે પૂછપરછ

Delhi Excise Policy: દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન પાઠવ્યું છે. 16 એપ્રિલના રોજ સવારે 11 વાગે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ આ સમન એવા સમયે મોકલ્યું છે કે જ્યારે આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા જેલમાં બંધ છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ અનેક ધરપકડો પણ કરી છે. 

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈની પૂછપરછમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે. આ ઉપરાંત પાર્ટીએ આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ દબાણ બનાવવા માંગે છે. સંજય સિંહે ટ્વીટ કરીને તેને અત્યાચાર ગણાવ્યો. તેમણે લખ્યું કે અત્યાચારનો અંત જરૂર થશે. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને તેમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે 16તારીખના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાયું છે. તેનાથી અરવિંદ કેજરીવાલનો અવાજ બંધ થશે નહીં. તે દેશના એક એક ઘર, ગલી મહોલ્લામાં પહોંચશે. 

— ANI (@ANI) April 14, 2023

તેમણે કહ્યું કે જે અરવિંદ કેજરીવાલે સમગ્ર દેશને એક શિક્ષણ મોડલ આપ્યું, સ્વાસ્થ્ય મોડલ આપ્યું, વીજળી-પાણીનું મોડલ આપ્યું તેઓ પોતાની આવકવેરાના કમિશનરની નોકરીને લાત મારીને દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્પ સાથે આગળ વધ્યા. તે અરવિંદ કેજરીવાલ છે જેમણે 13 દિવસ ઉપવાસ રાખીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવાનું કામ કર્યું. આ નોટિસથી તેમની લડત, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની મુહિમ અટકવાની નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news