દિલ્હી AIIMSની આગ પર 6 કલાક પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં
આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ હતી. આ બિલ્ડિંગમાં લેબોરટરીના મશીનો આવેલા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પહેલા માળેથી પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી દેશની જાણીતી હોસ્પિટલ AIIMSમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગ પર 6 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. આગમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા સ્પેશિયલ ફાયર ઓડિટના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, આગ ફરીથી ભડકે નહીં તેના અનુસંધાને ફાયર બ્રિગેડની ટીમો હજુ AIIMS ખાતે રોકાયેલી છે.
Delhi Fire Service Director, Vipin Kental on fire at All India Institute of Medical Sciences (AIIMS) Delhi: Fire is completely under control. Cooling operation is underway, they'll continue for some more time, the staff will be here to monitor that. No casualty has been reported. pic.twitter.com/TFzvl80qQ2
— ANI (@ANI) August 17, 2019
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં શનિવાર સાંજે પહેલા અને બીજા માળે લાગેલી આગ પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. આ આગ ઈમરજન્સી વોર્ડની બાજુમાં લાગી હતી. આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરીને બંધ કરી દેવાઈ હતી. આગને કાબુમાં લેવા માટે 40થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને આગ બેકાબુ બનતાં NDRFની બે ટીમનો પણ બોલાવાઈ હતી.
AIIMS દ્વારા 011-26593308 હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યો હતો. બીજા માળે લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આગ પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી.
Delhi: Fire-fighting operations continue at All India Institute of Medical Sciences (AIIMS) pic.twitter.com/2q9vHTiytb
— ANI (@ANI) August 17, 2019
આ બિલ્ડિંગમાં લેબોરટરીઓ આવેલી છે અને તેના મશીન વધુ છે આ કારણે મશીનોએ આગ પકડી લેતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરબ્રિગેડના કર્મચારીએ જણાવ્યું કે, બહારથી પાણી નાખવાથી આગ ઓલવાતી નથી. દરેક ફ્લોરે આગ પર કાબુ મેળવતા-મેળવતા આગળ વધી રહ્યા છીએ. દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી જૂના ખાનગી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા તો કેટલાક દર્દીઓને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Delhi: 34 fire tenders present at All India Institute of Medical Sciences (AIIMS), after a fire broke out in PC block (a non-patient block) near the emergency ward on the 2nd floor. No causality reported till now. pic.twitter.com/XZ7GKcHxp7
— ANI (@ANI) August 17, 2019
હાલ તો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે, પરંતુ આગ ઓલવાઈ ગયા પછી જ સાચું કારણ જાણવા મળશે. અગ્નિશમન દળના અધિકારીઓએ જણાવ્યું કે, સાંજે 4.30 કલાકે AIIMSમાં આગ લાગવાનો તેમને કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડની 40 ગાડીઓએ આગ ઓલવવા સખત મહેનત કરી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે