દારૂલ ઉલુમના મુફ્તીની મુસ્લિમોને અપીલ, ચૂંટણી પરિણામો સુધી નમાજ બાદ સામૂહિક દુઆ માંગો

ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમના વરિષ્ઠ મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીએ તમામ મુસ્લિમોને 23મી મેના રોજ દેશહિતમાં સંસદીય ચૂંટણીના પરિણામ સુધી સામૂહિક દુઆઓનું આયોજન કરવાની અપીલ કરી છે.

દારૂલ ઉલુમના મુફ્તીની મુસ્લિમોને અપીલ, ચૂંટણી પરિણામો સુધી નમાજ બાદ સામૂહિક દુઆ માંગો

નીના જૈન, સહારનપુર: ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમના વરિષ્ઠ મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીએ તમામ મુસ્લિમોને 23મી મેના રોજ દેશહિતમાં સંસદીય ચૂંટણીના પરિણામ સુધી સામૂહિક દુઆઓનું આયોજન કરવાની અપીલ કરી છે. મુફ્તી મહેમૂદની આ અપીલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે અને આ અપીલ પર ચર્ચાઓ પણ થવા લાગી છે. 

દારૂલ ઉલુમ દેવબંધના મુફ્તી મહેમૂદ હસનની આ અપીલનું ઉલેમા પણ સમર્થન કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કરાઈ અપીલમાં મૌલાના મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીએ કહ્યું કે રમજાનનો મુબારક મહિનો ચાલી રહ્યો છે. તેમણે રમજાનના પાક મહિનામાં અલ્લાહની ખુબ ઈબાદત કરીને પોતાના અપરાધોથી તોબાની નસીહત આપી. આ સાથે જ દેશમાં અમન, ચેન, ઈસ્લામ તથા મુસલમાનોની હિફાઝત, મસ્જિદ અને મદારિસની સુરક્ષા માટે રડી રડીને દુઆઓ કરવાની અપીલ કરી છે. 

જુઓ LIVE TV

આ સાથે જ મુફ્તી મહેમૂદે દેશની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 23મી મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો સુધી તમામ મસ્જિદોમાં તરાવીહની નમાજ બાદ દેશહિતમાં ચૂંટણી પરિણામો આવવા માટે સામૂહિક દુઆઓનું આયોજન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોની દુઆ અલ્લાહની બારગાહમાં કબુલ થઈ જાય તે ખબર નથી અને દેશહિતમાં સારો ફેંસલો આવી જાય. 

જો કે આ અંગે મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીને પૂછવામાં આવ્યું તો તેમણે કેમેરા સામે કશું પણ કહેવાની ના પાડી દીધી. પરંતુ તેમનું કહેવું હતું કે આ અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે. દેશને સારી સરકાર મળે અને દેશવાસીઓની હિફાઝત માટે એવી અપીલ કરાઈ છે કે સામૂહિક રીતે દુઆનું આયોજન કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news