લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી આજે CWCની બેઠક, રાહુલ ગાંધી આપી શકે છે રાજીનામું!
આ મીટિંગમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટમી 2019માં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી શનિવારે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસનો જે ભૂંડો પરાજય થયો છે તેના પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આ મીટિંગમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.
16 રાજ્યમાં શૂન્ય બેઠક
લોકસભા ચૂંટણીમાં પરાજય થયા પછી રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, આ પરાજયની સમીક્ષા માટે બેઠક યોજાશે. ચૂંટણી પરિણામ રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે ચકિત કરનારા છે. 'મોદી લહેર'માં તમામ વિપક્ષના સૂપડા સાફ થઈ ગયા. કોંગ્રેસ પાર્ટીને 16 રાજ્યમાં એક પણ બેઠક મળી નથી અને તેનો આંકડો શૂન્ય રહ્યો છે.
કોંગ્રેસને મળી માત્ર 52 બેઠક
આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં માત્ર 52 સીટ આવી છે. તેના 9 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીના પરાજય પછી તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠવા લાગ્યા છે.
રાહુલનું રાજીનામું માત્ર અફવાઃકોંગ્રેસ નેતા
આ દરમિયાન રાહુલ ગાંધીની અફવા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મીમ અફઝલે જણાવ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામાના સમાચાર માત્ર અફવા છે. જો કોઈ નેતા રાજીનામાનો પ્રસ્તાવ મુકે તો એ તેનો પોતાનો વિવેક કહેવાશે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે