જે નેતાઓને તમે હોંશે હોંશે વોટ આપો છે, તેમાંથી કેટલા સામે ક્રિમિનલ કેસ છે તે જાણો
દેશમાં ક્રાઈમ રેકોર્ડ ધરાવતા સાંસદ-ધારાસભ્યોનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ કેટલાક નેતાઓમાંતી અંદાજે એક તૃતિયાંશ નેતાઓ દાગીના લિસ્ટમાં સામેલ છે. એટલે કે, દર ત્રણમાંથી એક નેતા પર કોઈ ને કોઈ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે.
Trending Photos
સુપ્રિમ કોર્ટે મંગળવારે ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહેલા ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ કરવાની માંગ કરતી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે દાગી નેતાઓના ઈલેક્શન લડવાનો નિર્ણય સંસદના વિવેક પર છોડી દીધો છે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, કોઈ નેતાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થવાના આધાર પર તેને ઈલેક્શન લડતા રોકી ન શકાય. ત્યારે ભારતમાં દાગી નેતાઓનો આંકડો ક્યાં કેટલો છે તેના પર એક નજર કરી લો.
આ છે આંકડો
દેશમાં ક્રાઈમ રેકોર્ડ ધરાવતા સાંસદ-ધારાસભ્યોનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ કેટલાક નેતાઓમાંથી અંદાજે એક તૃતિયાંશ નેતાઓ દાગીના લિસ્ટમાં સામેલ છે. એટલે કે, દર ત્રણમાંથી એક નેતા પર કોઈ ને કોઈ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. દેશમાં કુલ 4896 નેતા છે. જેમાંથી 1765 સાંસદો-ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ ફાઈલ કરાયેલા છે. સરકારે માર્ચ 2018માં આ આંકડા રજૂ કર્યા હતા. જેના મુજબ, 1765 ધારાસભ્યો અને સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે.
આ રાજ્યમાં સૌથી વધુ આવા નેતા છે
માર્ચ 2018માં નેતાઓના ક્રિમિનલ રેકોર્ડના આંકડા રજૂ કરાયા હતા, ત્યારે કયા રાજ્યોમાં સૌથી વધુ આવા નેતા છે તે આંકડો પણ જાહેર કરાયો હતો. જે નીચે મુજબ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ક્રિમિનલ રાજકારણીઓ ધરાવવાના કેસમાં બિહાર નહિ, પણ યુપી સૌથી આગળ છે.
ઊત્તરપ્રદેશ - 248 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 539
તમિલનાડુ - 178 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 324
બિહાર - 144 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 306
પશ્ચિમ બંગાળ - 139 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 303
આંધ્રપ્રદેશ - 132 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 140
કેરળ - 114 દાગી નેતા, નેતાઓ પર કુલ કેસ 373
ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નેતાઓ પર એક નજર
- દેશમાં કુલ 4896 સાંસદો અને ધારાસભ્યો છે
- 1765 સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે
- ભારતમાં 2014ની ચૂંટણી બાદ 1581 કેસ પેન્ડિંગ છે
- સાંસદો અને ધારાસભ્યો સામે હાલ કુલ 3045 કેસ છે
- જેમાંથી 186 સાંસદો સામે ક્રિમિનલ કેસ છે
- 35 સાંસદો સામે બળાત્કાર, હત્યા જેવા ગંભીર આરોપ લાગેલા છે
- 23 સાંસદ એવા છે, જેઓ પહેલીવાર સાંસદ છે અને તેમના પર ક્રિમિનલ કેસ છે
લોકોને વિશ્વાસ જરૂરી
સંસદામાં એક તૃતિયાંશ દાગી સંસદ-ધારાસભ્યો હોવાને કારણે જો આ મામલે યોગ્ય રીતે પગલુ લેવામાં આવે, તો નાગરિકોનો ભરોસો રાજકારણ અને રાજકારણીઓ પર વધી શકે છે. જોકે, ભારતની રાજનીતિમાં એક પણ એવી પાર્ટી નથી, જેમાં કોઈ અપરાધિક છબી ધરાવતો નેતા ન હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે