ક્રાઇમ બ્રાન્ચ અને ઇડીને મળી મૌલાના સાદના મરકઝ સાથે જોડાયેલા બેન્ક ખાતાની જાણકારી
મરકઝ અને ટ્રન્સના મુખ્ય ખાતાને પહેલા જ સીઝ કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ તબલિગી જમાત (Tablighi Jamaat)ના મુખિયા અને નિઝામુદ્દીન મરકઝના પ્રમુખ મૌલાના મોહમ્મદ સાદ કાંધવલી (Muhammad Saad Kandhalvi)ના મરકઝ ટ્રસ્ટ સાથે જોડાયેલા આશરે 30 બેન્ક ખાતાની જાણકારી તપાસ એજન્સીઓને હાથ લાગી છે. જેમાં કેટલાક બેન્ક ખાતાને સીઝ કરી દેવામાં આવ્યા છે. બાકી બેન્ક ખાતા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે આ તમામ બેન્ક ખાતામાં વિદેશથી ફન્ડિંગની તપાસ થઈ રહી છે. તો મરકઝ અને ટ્રસ્ટના મુખ્ય બેન્ક ખાતાને પહેલા જ સીઝ કરી દેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ઇડી આ તમામ બેન્ક ખાતા પર નજર રાખી રહી હતી અને બંન્ને એજન્સીઓ આ બેન્ક ખાતાની તપાસ કરી રહી છે.
હકીકતમાં નિઝામુદ્દીન મરકઝ મામલાના આરોપી મૌલાના સાદનો ક્વોરેન્ટાઇન પીરિયડ પૂરો થઈ ચુક્યો છે. પરંતુ સાદ હજુ છુપાયેલો છે અને તપાસમં પોલીસને સહયોગ આપવા સામે આવી રહ્યો નથી. ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધી સાદને ચાર નોટિસ ફટકારી ચુક્યુ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મૌલાના સાદને શોધવા માટે દરોડા પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીનું નિઝામુદ્દીન મરકઝ મહામારીનું હેડક્વાર્ટર બની ચુક્યું છે. આરોપ છે કે વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં નિઝામુદ્દીન મરકઝમાં આવેલા જમાતિઓએ અહીંથી નિકળીને દેશના અલગ-અલગ રાજ્યમાં કોરોના ફેલાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે